જમ્મુ-કાશ્મીર: રાજૌરી નેશનલ હાઈવે પર બસ પલટી ખાતા એકનું મૃત્યુ, 22 લોકો ઘવાયા


રાજૌરી (જમ્મુ-કાશ્મીર), 07 ડિસેમ્બર: રાજૌરીમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 22 લોકો ઘાયલ થયા હતા. વાસ્તવમાં, આ દુઃખદ અકસ્માત પૂંછ-રાજૌરી હાઇવે પર થયો હતો. માંજાકોટથી રાજૌરી તરફ આવી રહેલી બસે પલટી મારી હતી. બસ પલટી જતાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, આ ભયાનક અકસ્માતમાં 10 વિદ્યાર્થીઓ પણ ઈજાગ્રસ્ત બન્યા છે. તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, પૂંછ-રાજોરી હાઈવે હેઠળ માંજાકોટથી રાજોરી તરફ આવી રહેલી કેન્ટર બસ પલટી જતાં ઘટનાસ્થળે જ ઘણા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાંથી એકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે જીએમસી રાજૌરી લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માત પૂંછ-રાજોરી હાઈવે હેઠળ થંડી કાશી રાધા સ્વામી ભવન પાસે થયો હતો. કેન્ટર મિની બસમાં સ્કૂલના બાળકો સહિત કુલ 35 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાહત-બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જો કે, અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, જંગી દારૂગોળા સાથે 2ની ધરપકડ