ફ્લોરિડાના એક ક્લબની બહાર અંધાધુંધ ગોળીબારમાં એકનું મોત, છ ઘાયલ
અમેરિકાની અંદર ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તેવામાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. ફ્લોરિડાના ટેમ્પામાં ગઈકાલે વહેલી સવારે ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને છ ઘાયલ થયા હતા. ગોળીબાર 9 ઓક્ટોબરના રોજ સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગ્યાની આસપાસ થયો હતો.
બોલાચાલી બાદ ફાયરિંગ શરુ થયું
ટેમ્પા પોલીસે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ સૂચવે છે કે લાઉન્જની અંદર બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી, લોકો ક્લબની અંદર દલીલ કરી રહ્યા હતા. જે બાદ બે જૂથોએ એકબીજા પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું. પોલીસે જણાવ્યું હતું કે આ બોલાચાલીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ગંભીર ઈજાગ્રસ્ત છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં કોઈની ધરપકડ નહિ
આ કેસમાં અત્યાર સુધીમાં કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ન હતી અને પોલીસે આ કેસમાં સંડોવાયેલા લોકોની ઓળખ પણ જાહેર કરી ન હતી. ટેમ્પાના પોલીસ વડા મેરી ઓ’કોનોરે જણાવ્યું હતું કે, “અમે આ ઘટના માટે જવાબદાર લોકોને શોધવા માટે ઓપરેશન હાથ ધરી રહ્યા છીએ.
ભારત પ્રવાસ અંગે વર્ષમાં ચોથી વખત અમેરિકાનું પરામર્શ
અમેરિકાએ આ વર્ષે ચાર વખત તેના નાગરિકોને ભારતની યાત્રાને લઈને એડવાઈઝરી જારી કરી છે. 28 માર્ચથી, ભારતને યલો કોડમાં મૂકવામાં આવ્યું છે. આ અંતર્ગત ભારત પ્રવાસની યોજના બનાવી રહેલા અમેરિકી નાગરિકોને વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ નાગરિકોને ચાર રંગ કોડ આધારિત મુસાફરીની સલાહ આપે છે.