ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી મેટ્રો સ્ટેશનનો એક ભાગ રોડ પર ધરાશાયી, કાટમાળ પડતાં એકનું મૃત્યુ

Text To Speech
  • મૃતકના પરિવારને રૂ. 15 લાખના વળતરની DMRCની જાહેરાત

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી: ગુરુવારે દિલ્હી મેટ્રોના ગોકુલપુરી સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગોકુલપુરી મેટ્રો પિંક લાઇન સ્ટેશન પર પ્લેટફોર્મની બાજુની દિવાલનો એક ભાગ તૂટીને રોડ પર ધરાશાયી થયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. સવારનો સમય હોવાથી મેટ્રો સ્ટેશનની નીચે રસ્તા પર લોકોની અવરજવર હતી, જેના કારણે 3 થી 4 લોકો ઘાયલ થયાની માહિતી મળી આવી છે. જ્યારે એક વ્યક્તિ કાટમાળમાં ફસાઈ ગઈ હતી. આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. દરમિયાન, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મૃતકના પરિવારને રૂ. 15 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

આ દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ કાટમાળ નીચે દટાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, આ એક વ્યક્તિ તેના સ્કૂટર પર સવાર થઈને બીજે જઈ રહ્યો હતો ત્યારે ઉપરથી તેના પર કાટમાળ પડ્યો હતો. 3 ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સારવાર દરમિયાન એકે જીવ ગુમાવ્યો હતો. ઘટના બાદ તાત્કાલિક ધોરણે JCB અને ક્રેનની મદદથી કાટમાળના ઢગલાને હટાવવામાં આવ્યો હતો.

  • વળતરની જાહેરાત

 

અકસ્માતનો વીડિયો વાયરલ થયો

નોર્થ દિલ્હીના ડીસીપીએ કહ્યું કે આ મામલે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાશે અને વધુ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ દુર્ઘટના બાદ નિર્માણ કાર્યની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે કારણ કે પિંક રૂટ મેટ્રોના નવા રૂટ પૈકીનો એક છે. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે રોડ પર કાટમાળ પડ્યો છે અને જેસીબી કાટમાળ હટાવી રહી છે. દુર્ઘટના બાદ DMRCએ શિવ વિહાર અને ગોકુલપુરી વચ્ચેના આ માર્ગ પર મેટ્રોનું સંચાલન અટકાવી દીધું હતું.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ આ શું કહી દીધું, ‘પીએમ મોદી ઓબીસી નથી…’, જૂઓ વીડિયો

Back to top button