ટ્રેન્ડિંગનેશનલ

હેમંત સોરેનની એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડી, શુક્રવારે રિમાન્ડ પર ચુકાદો

  • ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની EDએ બુધવારે મોડી રાત્રે કરી હતી ધરપકડ

રાંચી, 1 ફેબ્રુઆરી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે હેમંત સોરેનને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ કોર્ટ પાસે સોરેનના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આવતીકાલે શુક્રવારે કોર્ટ રિમાન્ડ અંગે ચુકાદો આપશે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના કાર્યકારી પ્રમુખ સોરેનને જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બુધવારે રાત્રે અહીં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર સાત કલાકની પૂછપરછ પછી ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ ભારે સુરક્ષા વચ્ચે સોરેનને PMLA કોર્ટમાં રજૂ કર્યા હતા.

 

ED કોર્ટને જણાવ્યું કે કેમ હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી

તે જ સમયે, EDએ કોર્ટમાં તપાસ સાથે જોડાયેલા કેટલાક રેકોર્ડ પણ રજૂ કર્યા છે. EDએ કોર્ટને જણાવ્યું કે 13 એપ્રિલ, 2023ના રોજ દરોડા દરમિયાન રેવન્યુ સબ ઈન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદના ઘરેથી મોટી સંખ્યામાં જમીન સંબંધિત રેકોર્ડ અને રજિસ્ટર મળી આવ્યા હતા. 1 જૂન 2023ના રોજ રાંચી પોલીસે ભાનુપ્રતાપ વિરુદ્ધ રાંચીમાં કેસ નોંધ્યો હતો. આ પછી, 26 જૂન, 2023 ના રોજ, રાંચી પોલીસની એફઆઈઆરના આધારે, EDએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે ભાનુ પ્રતાપ એક મોટી સિન્ડિકેટનો ભાગ હતો જે મોટા પાયે સરકારી જમીનોના નકલી વેચાણ દસ્તાવેજો બનાવીને અને રેવન્યુ રેકોર્ડમાં છેડછાડ કરીને જમીનો કબજે કરવાનું કામ કરતો હતો.

નકલી વેચાણ દસ્તાવેજોની જમીન હેમંત સોરેન પાસે પણ મળી આવી

આવી ઘણી જમીનો હેમંત સોરેનના કબજામાં પણ હતી અને તેમની માલિકીની હતી. ભાનુપ્રતાપના મોબાઈલમાંથી સોરેનની આવી અનેક મિલકતોની માહિતી મળી હતી. જમીનના આવા 12 ટુકડાઓની યાદી મળી હતી જે લગભગ 8.5 એકર હતી. હેમંત સોરેને આ જમીનો પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. ભાનુપ્રતાપે આ જમીનોના ફોટોગ્રાફ્સ પર હાથથી કંઈક લખ્યું હતું અને તેની ખરાઈ પણ કરી હતી.

સોરેને ગેરકાયદેસર રીતે કબજો મેળવ્યો છેઃ ED

આ કેસમાં પીએમએલએ હેઠળ ઘણા વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તેઓએ એમ પણ કહ્યું હતું કે આ જમીનના ટુકડાઓ પર સોરેન દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે અને તે સોરેનની માલિકીની છે. EDએ PMLA હેઠળ સર્વે હાથ ધર્યો અને જાણવા મળ્યું કે સોરેન આ જમીનો પર ગેરકાયદેસર કબજો ધરાવે છે. સોરેનના દિલ્હીના ઘરની તલાશી દરમિયાન રૂમમાંથી 36 લાખ રૂપિયાથી વધુ રોકડ અને જમીનના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ 8.5 એકર જમીન ગુનાની આવકનો એક ભાગ છે.

આ પણ વાંચો: ઝારખંડ: 23 વર્ષમાં 11 CM, ચંપાઈ સોરેન 12મા CM હશે, માત્ર રઘુબર દાસ 5 વર્ષ સત્તા પર રહ્યા

Back to top button