અમદાવાદ : 36 મી નેશનલ ગેમ્સ ના ઉદ્ઘાટન ની પૂર્વ સંધ્યાએ ડ્રોન શો નું આયોજન થયું હતું. જેમાં વિવિધ આકૃતિઓ અમદાવાદના આકાશમાં ડ્રોનની મદદથી જોવા મળી રહી હતી. જેમાં મેક ઈન ઈન્ડિયા, આઝાદી કા અમૃત મહોત્સવથી લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન આકાશમાં જોવા મળી હતી.
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરવા માટે પધારી રહ્યા છે ત્યારે રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગના દ્વારા મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 36મી નેશનલ ગેમ્સ ગુજરાત 2022 આકર્ષણનું કેન્દ્ર બને અને તે અંગેની લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ હેઠળ ડ્રોન-શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
આ ડ્રોન-શોમાં IIT દિલ્હીના વિદ્યાર્થીઓએ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર કરેલ 600 ડ્રોનનો ઉપયોગ થયો હતો. જે અમદાવાદમાં સાબરમતી નદીના અટલ બ્રીજના પૂર્વ છેડે ડ્રોન શો યોજાયો હતો.
કાલે 36 મી નેશનલ ગેમ ની શરૂઆત થવા જઈ રહી છે ઓપનિંગ માટે પીએમ આવી રહ્યા છે. ત્યારે પૂર્વ સંધ્યાએ ગુજરાતના નાગરિકો દ્વારા દેશભરમાંથી પધારી રહેલા ખેલાડીઓ માટે ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.