ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

વિધાનસભામાં એક મુખ્ય દંડક અને ચાર નાયબ દંડકની કરાઇ નિમણૂક, જાણો કોને સોપાઈ આ જવાબદારી

Text To Speech

આજે ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી રહી છે. આજે મુખ્યમંત્રી તરિકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા ત્યાર બાદ નવા મંત્રી મંડળમાં કેબિનેટ, રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા, અને રાજ્ય કક્ષાના મંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી રહી છે. આજે વિધાનસભામાં એક મુખ્ય દંડક અને 4 નાયબ દંડકની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મુખ્ય દંડક તરીકે વડોદરાથી ચૂંટાયેલા બાલકૃષ્ણ શુક્લની પસંદગી કરવામાં આવી છે.

બાલકુષ્ણ-humdekhengenews

વિધાનસભામાં એક મુખ્ય દંડક અને 4 નાયબ દંડકની નિમણૂક

વિધાનસભામાં એક મુખ્ય દંડક અને 4 નાયબ દંડક બનાવામાં આવ્યા છે. જેમાં વડોદરાના બાલકૃષ્ણ શુક્લની મુખ્ય દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડાંગના વિજય પટેલ, બોરસદના રમણ સોલંકીની નાયબ દંડક તરિકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અમરેલીના કૌશિક વેકરિયાની, વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાની પણ નાયબ મુખ્ય દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

16 જેટલા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 16 જેટલા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. ભૂપેન્દ્રભાઈ પટેલના અત્યાર સુધીના સૌથી નાના મંત્રીમંડળને આજે પોતાના શપથ ગ્રહણ કર્યા હતા. આજે મુખ્યમંત્રી સહિત 16 મંત્રીઓએ પોતાના શપથ લીધા હતા જેમાં સાત નવા ચહેરાનો સમાવેશ થાય છે.

નીચેના ધારાસભ્યોએ લીધા મંત્રી તરીકે શપશ

કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.

આ પણ વાંચો :નવી સરકારના મંત્રીઓમાં એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયા કોણ છે ? જાણો સંપૂર્ણ વિગતો

Back to top button