ગુજરાતટોપ ન્યૂઝ

સુરતમાંથી લોકરક્ષકની પરીક્ષા કેસમાં એકની ધરપકડ કરવામાં આવી

Text To Speech

સુરતમાંથી લોકરક્ષકની પરીક્ષા કેસમાં એકની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઉમેદવારની ખોટી સહી કરનારની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ખોટી સહી કરી ઉમેદવારી પરત ખેચાવનાર યુવતીની ધરપકડ થઇ છે. જેમાં સાયબર ક્રાઇમે જાગૃતિ પાંડવની ધરપકડ કરતા ચકચાર મચી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

8 ઓક્ટોબરે ફરિયાદીની ઉમેદવારી રદ કરવા અરજી કરી

ઉલ્લેખનીય છે કે ફરિયાદીએ પ્રેક્ટીકલ અને લેખિત પરીક્ષા પાસ કરી હતી. તેમજ આરોપીએ ફરિયાદીની ઉમેદવારી રદ કરવા અરજી કરી હતી. તથા આરોપીએ ફરિયાદીની ખોટી સહી કરીને અપલોડ કરી હતી. તેમજ 8 ઓક્ટોબરે ફરિયાદીની ઉમેદવારી રદ કરવા અરજી કરી હતી. જેમાં સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થતા ભાંડો ફૂટ્યો છે. ફરિયાદીએ લોકરક્ષકની પ્રેક્ટીકલ અને લેખિત પરીક્ષા પાસ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના હવે ભૂતકાળ બન્યો પણ બંધ થયેલ ઉદ્યોગોનો આંકડો જાણી રહેશો દંગ

કન્ફર્મેશન નંબર લખી તેની વિગતો ભરી સહી પણ કરી

મૂળ અમરેલીના રાજુલા અને સુરતમાં પુણાગામ રાધાસ્વામી સોસાયટીમાં રહેતી અને કોલેજમાં બી.કોમનો અભ્યાસ કરતી 20 વર્ષીય અસ્મીતા કાતરીયાએ વર્ષ 2021-22માં લોકરક્ષકની ભરતી બોર્ડની ભરતીમાં પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષા પાસ કરી હતી. તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયા હતા. ત્યારબાદ બોર્ડે ઉમેદવારી પાછી ખેંચવા 4થી 11ઓક્ટોબર 2022 દરમિયાન વેબસાઈટ પર એપ્લિકેશન મૂકી હતી. ત્યારે કોઈકે ભરતી પ્રક્રિયામાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ કરવા અને પસંદ થયેલાના હક્કને જતો કરવાની અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટમાં તેનો કન્ફર્મેશન નંબર લખી તેની વિગતો ભરી સહી પણ કરી હતી.

ભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવ્યો

અસ્મીતાએ ઉમેદવારી વખતે તેના ભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર કરાવ્યો હતો. તે નંબર પર આવેલા ઓટીપીને મેળવી અરજી અપલોડ કરી હતી. આ અંગેની જાણ થતા અસ્મીતાએ સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરી હતી. અરજી આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી 22 વર્ષીય જાગૃતિ પાંડવની ધરપકડ કરી હતી.

Back to top button