અમદાવાદ, 22 ફેબ્રુઆરી 2024, એરપોર્ટ પર પેસેન્જરોને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. છેલ્લાં ત્રણ મહિનાથી અમદાવાદ એરપોર્ટ પર ડિજિયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલમાં ચેકઈન માટે કુલ 7 ઈ-ગેટ ઉપલબ્ધ છે. જેને પગલે મુસાફરોને ઝડપી ચેકઈન કરવામાં સરળતા રહેશે અને માત્ર 15 મિનિટના સમયમાં જ તેઓ ઝડપથી ચેકઈન કરી શકશે. અમદાવાદ એરપોર્ટ પર આ પહેલાં પેસેન્જરોને પહેલાં મુસાફરોને આ પ્રક્રિયામાંથી પસાર થવા માટે દોઢ કલાકનો સમય લાગતો હતો. પરંતુ આ સુવિધાથી હવે મુસાફરોને એક કલાકથી વધુનો સમય બચશે. જ્યારે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમથી સામાન પણ ઝડપથી ચેક થશે.
View this post on Instagram
એરપોર્ટ પર ડિજિયાત્રાની શરૂઆત કરવામાં આવી
ડિજિયાત્રા એ મોબાઇલ એપ્લિકેશન આધારિત ઈ-સુવિધા છે. જે ચહેરાની ઓળખ ટેક્નોલોજી (FRT) પર આધારિત છે. એરપોર્ટ પર પેસેન્જરોના સંપર્ક રહિત અને સીમલેસ પ્રોસેસિંગ પ્રાપ્ત કરવા માટે બનાવાઇ છે. ડિજિયાત્રાનો ઉપયોગમાં દિન- પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. દેશના 12 એરપોર્ટ પર આ સુવિધા ઉપલબ્ધ છે. 14 ટકા જેટલા પેસેન્જરોને ડિજિયાત્રાનો ઉપયોગ કરી રહ્યા છે. આથી હવે ડોમેસ્ટિક ટર્મિનલના તમામ ઈ-ગેટ પર ડિજિયાત્રા શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દેશના વધુ વ્યસ્ત રહેતા એરપોર્ટ પર ડિજિયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના સૌથી વ્યસ્ત એવા અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરો ડિજિયાત્રાનો ઉપયોગ કરતા થયા છે.
ભારતનાં 12 ડોમેસ્ટિક એરપોર્ટ પર આ સુવિધા ઉપલબ્ધ
શરૂઆતના સમયમાં આ નવીન પ્રયોગ દિલ્હીના ડોમેસ્ટિક એરપોર્ટ પર DigiYatraની શરૂઆત કરવામાં આવી હતી. તેની સાથે જ બેંગ્લોર અને વારાણસીમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. ત્રણ એરપોર્ટ પર આ સુવિધાની સફળતા મેળવ્યા બાદ ભારતનાં અન્ય એરપોર્ટ પર પણ DigiYatraની શરૂઆત કરવામાં આવી છે. હાલના સમયમાં આ સુવિધા ભારતનાં દિલ્હી, બેંગલુરુ, વારાણસી, કોલકાતા, પુણે, વિજયવાડા, હૈદરાબાદ, અમદાવાદ, મુંબઈ, જયપુર, લખનૌ અને ગુવાહાટી એરપોર્ટ પર ઉપલબ્ધ કરાવવામા આવી છે.
શું છે DigiYatra?
ડિજિયાત્રા એ મોબાઇલ એપ્લિકેશન આધારિત સુવિધા છે. જે ચહેરાની ઓળખ ટેક્નોલોજી (FRT) પર આધારિત એરપોર્ટ પર મુસાફરોની સંપર્ક રહિત અને સીમલેસ પ્રોસેસિંગ પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવી છે.
DigiYatraના ઉપયોગ માટે આ પગલાં અનુસરો
સ્માર્ટફોનમાં DigiYatra એપને ડાઉનલોડ કરો
આધાર કાર્ડ, સેલ્ફી અને OTP દ્વારા DigiYatra એપમાં રજિસ્ટ્રેશન કરો
બાદમાં ‘Wallet’ આઇકન પર ક્લિક કરીને જરૂરી ઓળખ અને સ્વાસ્થ્ય પ્રમાણપત્ર અપડેટ કરો
ડિજિ લોકર દ્વારા સરળતાથી તમારા ઓળખપત્રો મેળવો
ટ્રાવેલ ઇટિનરરી અપલોડ કરવા માટે ‘Your Upcoming Travel’ આઇકોન પર ટેપ કરી આગળ વધો
DigiYatraનો આ રીતે ઉપયોગ કરો
એરપોર્ટ પર પહોંચ્યા બાદ
DigiYatraના ફેસ બોર્ડ પાસિંગ પર તમારો ચહેરો સ્કેન કરો
ફેસ સ્કેન કર્યા બાદ ઈ-ગેટ વેરિફિકેશન થશે
એરપોર્ટના તમામ બોર્ડિંગ ગેટ પર સેલ્ફ-બોર્ડિંગ એપ્લિકેબલ રહેશે
એરક્રાફ્ટમાં પ્રવેશતા પહેલાં મુસાફરે બોર્ડિંગ પાસ બતાવવાનો રહેશે
આ પણ વાંચોઃઅમદાવાદમાં લૂંટારા બેફામ બન્યાઃ જ્વેલર્સને બંદૂક બતાવી 11.63 લાખના દાગીના લૂંટ્યા