હર્ષ સંઘવીના એક કામથી રાજ્યભરના IPS થઇ ગયા દોડતા
ગાંધીનગર: રાજ્યભરના આઈપીએસ અધિકારીઓને હર્ષ સંઘવીને દોડતા કરી દીધા છે. વાત જાણે એમ છે કે, હર્ષ સંઘવીએ સામાન્ય લોકોને ન્યાય અપાવવા માટે એક નવી કવાયત હાથ ધરી છે. આ ક્વાયતના ભાગરૂપે રાજ્યભરના તમામ આઈપીએસ અધિકારીઓને ચક્કર આવી ગયા છે. તેઓ તેમની ક્વાયતના ભાગરૂપે જવાબ આપવા માટે કામે વળગી ગયા છે.
જણાવી દઇએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હવે તેમને પોતાને મળતી ફરિયાદો રજૂઓતોની અરજી જે તે રેન્જ કમિશનરેટ, જિલ્લા પોલીસ તંત્ર કે એજન્સીને મોકલવાને બદલે સીધી જ ઈ-ગુજકોપ સરલ એપ્લિકેશન પર ચઢાવવાનું શરૂ કર્યું છે. જેથી પત્ર વ્યવહારના બદલે સીધા જ એપ્લિકેશન ઉપર નિર્ધારિત સમયસર નિકાળ કરી શકાય.
એક ઝાટકે 1600 અરજી અપલોડ કરતાં IPS અધિકારીઓ થયા દોડતા
હર્ષ સંઘવીએ એક જ ઝાટકો 1600થી વધારે અરજીઓને ઈ-ગુજકોપ ઉપર અપલોડ કરીને સંબંધિત પોલીસ તંત્ર પાસેથી સાત દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ માંગતા આઈપીએસ અધિકારીઓ બરોબરના ચકરાવે ચડ્યા છે. ઉલ્લેખનિય છે કે, આ એવા સામાન્ય લોકોની અરજીઓ છે, જેમને પોલીસ તંત્ર નજરઅંદાજ કરી દે છે. સ્વભાવિક છે કે, આ અરજીઓમાં મહેસુલ વિભાગને લગતી અરજીઓનો પણ ઢગલો હોઇ શકે છે.
સાવ નાની બાબતોની ફરિયાદો છેક સરકારકક્ષાએ પહોંચતા સંઘવીએ તેને ઈ-ગુજકોક એપમાં ચઢાવી, સંબંધિત પોલીસ અધિકારીઓ પાસેથી કાર્યવાહીનો રિપોર્ટ મેળવી તેની સમીક્ષા અને મોનિટરિંગ માટે ગૃહ વિભાગના ચાર ડેપ્યુટી સેક્રેટરીઓને રાજ્યના ચાર ઝોન સોંપ્યા છે. જેથી આઈપીએસ અધિકારીઓને દરેક જિલ્લા અને શહેર કક્ષાએ નોડલ અધિકારીઓની નિયુક્તિ કરવી પડી છે.
રૈયતને પડતી મુશ્કેલીઓ માટે રાજ્યના પદાધિકારીઓ સામે આવી ગયા છે. હર્ષ સંઘવીની મસમોટી કાર્યવાહીએ રાજ્યના આઈપીએસ અધિકારીઓને દોડતા કરી મૂક્યા છે, જણાવી દઇએ કે, રાજ્યમાં અધિક મુક્ય સચિવના પદ્દ પર મનોજ દાસની નિમણૂંક થઇ છે, તેમને આવતાની સાથા જ 100થી વધારે મહેસુલ અધિકારીઓને મેમો ફટકારતા મહેસૂલ વિભાગમાં સન્નાટો થઇ ગયો છે.
તેવી જ રીતે સામાન્ય લોકોની સમસ્યાઓનું વ્યવસ્થિત રીતે નિરાકરણ આવે તેથી હર્ષ સંઘવીની કામગીરીથી ન્યાય આપવાનો એક નવો માર્ગ મોકળો બન્યો છે. તો આગામી દિવસોમાં મહેસુલ વિભાગના ભ્રષ્ટાચાર પર પ્રહાર થશે તો રાજ્યના સામાન્ય વ્યક્તિની મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે પોલીસ તંત્રને ઉભા પગે રહેવું પડશે.
આ પણ વાંચો-અધિક મુખ્ય સચિવ બનતાં જ મનોજ દાસનો સપાટો- 100 મહેસુલ અધિકારીઓને ફટકાર્યો મેમો