ટ્રેન્ડિંગનેશનલ

છત્તીસગઢ: એમ્બ્યુલન્સમાંથી 364 કિલો ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો

Text To Speech

રાયપુર (છત્તીસગઢ), 21 ડિસેમ્બર: છત્તીસગઢ પોલીસે રાયપુરમાં એમ્બ્યુલન્સમાંથી 364 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. બુધવારે રાત્રે જ્યારે પોલીસે એમ્બ્યુલન્સને રોકીને તેની તપાસ કરી તો તેમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હાલ એમ્બ્યુલન્સ કબજે કરી મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે આ કેસમાં એક આરોપીની પણ ધરપકડ કરી છે. રાયપુરના આઝાદ ચોક સિટી એસપી મયંક ગુર્જરે કહ્યું કે અમારી ટીમ હાલ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આ એમ્બ્યુલન્સમાંથી પોલીસ ટીમને 364 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત અંદાજે 36 લાખ રૂપિયા છે.

સીએસપીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સૂરજ ખુટે (22) તરીકે થઈ છે, જે સારનગઢ-બિલાઈગઢ જિલ્લાનો રહેવાસી છે. અધિકારીએ કહ્યું કે તપાસ દરમિયાન પકડાયેલા આરોપીએ ખુલાસો કર્યો કે તેણે ઓડિશાથી ડ્રગ ખરીદ્યું હતું અને તેને બાલોદા માર્કેટમાં લઈ ગયો હતો. પોલીસ હવે આ દાણચોરી પાછળ કેટલા લોકો સંડોવાયેલા છે તેની તજવીજ હાથ ધરી છે.

બાતમીદારની સૂચના પર, પોલીસ ટીમે ડુમર તળાવ પાસે વળતી ચાણક્ય સ્કૂલની ઘેરાબંધી કરી ત્યારે ત્રણ બદમાશો પોલીસને જોઈને એમ્બ્યુલન્સ છોડીને ભાગી ગયા. એમ્બ્યુલન્સની તલાશી લેતા પોલીસકર્મીઓ ચોંકી ઉઠ્યા હતા. એમ્બ્યુલન્સમાં 72 અલગ-અલગ પેકેટમાં આશરે 364 કિલો ગાંજો રાખવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે એમ્બ્યુલન્સ ડ્રાઇવરને આ વિશે પૂછ્યું તો તેણે ખુલાસો કર્યો કે તે તેના સહયોગીઓ સાથે મળીને ઓડિશાથી ગાંજો લાવ્યો હતો અને બાલોદા બજાર થઈને અન્ય રાજ્યમાં વહેંચ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં ડ્રગ્સ વેચવાની પેડલરો નવી મોડસ ઓપરેન્ડીથી પોલીસ પરેશાન

Back to top button