જવની ખીચડીનો સ્વાદ એકવાર દાઢે વળગશે, તો રોજ બનાવશો
આપણા દેશમાં ખીચડી બનાવવાના ઓપ્શન ઢગલાબંધ છે. ચોખામાં અલગ અલગ પ્રકારની દાળ નાખીને અલગ અલગ સ્ટાઈલની ખીચડી બનાવવામાં આવે છે. ખીચડી-કઢી તો ગુજરાતીઓનું ફેમસ ફૂડ છે. પરંતુ એકવાર ઘરે જવની ખીચડી બનાવીને જુઓ. એકવાર જવની ખીચડીનો સ્વાદ દાઢે વળગશે તો તમે ક્યારેય તે સ્વાદ નહિ ભૂલો. પછી તો જ્યારે પણ તમારા ઘરે ખીચડીનો પ્રોગ્રામ ગોઠવાશે, તો જવની ખીચડી જ બનશે એ ગેરેન્ટી.
આ પણ વાંચો : “રાજસ્થાન સરકાર ગૌતમ અદાણીને ખોટી રીતે બિઝનેસ આપશે તો…”
ખીચડી માટેની સામગ્રી : 1/2 કપ ધોયેલા જવ, દોઢ કપ પાણી, 2 ટેબલ સ્પૂન તેલ, 1 ટેબલ સ્પૂન ધાણાજીરું, 1/2 કપ સમારેલી ડુંગળી, 1/2 કપ સમારેલ ટામેટા, 1/2 કપ સમારેલા લીલા કેપ્સીકમ, 1/2 કપ સમારેલા પીળા કેપ્સીકમ, 1/2 કપ સમારેલા ગાજર, 1/2 સમારેલ કાકડી, 1/2 બાફેલી મકાઈના દાણા, 1/2 કપ બ્રોકોલી, સ્વાદ અનુસાર મીઠું, દોઢ ટેબલ સ્પૂન સમારેલ લીલા મરચાં,2 ટેબલ સ્પુન સમારેલ કોથમીર.
આ પણ વાંચો : કોંગ્રેસના નવા અધ્યક્ષ રિમોટ કંટ્રોલથી ચાલશે? રાહુલ ગાંધીએ આરોપોને લઈને પહેલી વખત આપ્યો જવાબ
બનાવવાની રીત : પ્રેશર કુકરમાં ધોયેલા જવમાં પાણી નાખીને કુકરમાં બે વ્હીસલ વગાડવી. હવે વઘાર કરવા માટે નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરીને તેમાં ધાણાજીરું, ડુંગળી ધીમા તાપે બે મિનીટ સુધી સાંતળી લો. ત્યાર બાદ તેમાં ટામેટા નાખીને બીજી બે મિનીટ સાંતળી લો. હવે તેમાં લીલા, લાલ અને પીળા કેપ્સીકમ, ગાજર, મકાઈના દાણા, સમારેલી કાકડી, બ્રોકોલી અને મીઠું નાખીને બે-ત્રણ મિનીટ સાંતળો. હવે તેમાં બાફેલા જવ ઉમેરો. થોડીવાર બાદ તેમાં લીલું મરચું, સ્વાદ અનુસાર મીઠું અને કોથમીર એડ કરો. ત્રણ-ચાર મિનીટ સુધી ધીમી આંચે આ સામગ્રીને પકવા દો. બસ, તૈયાર છે તમારી જવની ખીચડી.