એક વખત ઈમોશનલ બોન્ડ બાદ હું જીવનભર સાથે ઊભો રહીશઃ અર્જૂન કપૂરે કેમ કહી આ વાત?
- અર્જૂન કપૂરે કહ્યું કે મલાઈકાના પિતાના મૃત્યુ બાદ હું મારી જાતને ત્યાં જતા ન રોકી શક્યો. હું એક વખત કોઈ વ્યક્તિ સાથે જોડાઈશ તો તેના માટે હંમેશા અવેઈલેબલ રહીશ
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું ત્યારે બોલિવૂડ અભિનેતા અને મલાઈકાનો એક્સ બોયફ્રેન્ડ અર્જુન કપૂર તેમના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો હતો. આવી સ્થિતિમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન અર્જુનને પૂછવામાં આવ્યું કે બ્રેકઅપ પછી લોકો એકબીજાથી અંતર બનાવી રાખે છે, પરંતુ તે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ (મલાઈકા)ના ઘરે ગયો જ્યારે તેના પિતાનું નિધન થયું, આવું કેમ? આ સવાલનો અર્જુને શું જવાબ આપ્યો?
અર્જુને એક પોડકાસ્ટમાં કહ્યું, “ડેડ, ખુશી અને જાહ્નવી સાથે જે બન્યું તે સમયે હું મારી જાતને ત્યાં જતા ન રોકી શક્યો એજ રીતે જ્યારે મલાઈકાના પિતાના મૃત્યુ બાદ પણ હું મારી જાતને ત્યાં જતા ન રોકી શક્યો. જો મેં કોઈની સાથે ઈમોશનલ બોન્ડ બનાવ્યા છે તો, હું માનું છુ કે ખરાબ સમય હોય કે સારો હું તે વ્યક્તિની પડખે ઊભો રહીશ અને હું એજ વાતમાં વિશ્વાસ ધરાવું છું. સારો સમય હશે અને તે મને બોલાવશે તો હું જે રીતે જઈશ એજ રીતે ખરાબ સમયમાં પણ તે મને બોલાવશે તો હું જઈશ. આ ઈન્ડસ્ટ્રીમાં મારા વધારે મિત્રો નથી, પરંતુ હું એક વખત કોઈ વ્યક્તિ સાથે જોડાઈશ તો તેના માટે હંમેશા અવેઈલેબલ રહીશ, જો તે વ્યક્તિ ઈચ્છશે કે હું તેનાથી દૂર રહું તો હું ચોક્કસ અંતર જાળવીશ.
આ પછી ઈન્ટરવ્યુ દરમિયાન અર્જુનને પૂછવામાં આવ્યું કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારે તમારા સંબંધોને જાહેર ન કરવા જોઈએ? આના પર અર્જુને કહ્યું, આજે મીડિયા અને ઈન્ડસ્ટ્રી બંને ખૂબ બદલાઈ ગયા છે. જ્યારે મેં ડેબ્યૂ કર્યું હતું અને જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે ઘણી બધી બાબતોને મીડિયામાં આવવા દેવામાં આવતી ન હતી, પરંતુ આજે વસ્તુઓ છુપાવવી શક્ય નથી. તમે સ્પોટ થયા વિના કોઈની સાથે જમવા પણ જઈ શકતા નથી, જો તમે કોઈના ઘરની બહાર પણ નીકળો તો લોકોને લાગે છે કે આ બંનેનું અફેર ચાલી રહ્યું છે. તેથી મારું માનવું છે કે જો તમારે કોઈની સાથે રિલેશન છે તો તેને જાહેર કરી દેવા જોઈએ.
અર્જુને વધુમાં કહ્યું કે, જો તમે સંબંધોને કાયદેસર નહીં કરો તો લોકો તેને કંઈક અન્ય તરીકે રજૂ કરશે. પછી જે થશે તે સંબંધ સસ્તો થઈ જશે. તેથી તમે લોકોને યોગ્ય રીતે જણાવો તો વધુ સારું રહેશે.
આ પણ વાંચોઃ દિવાનગી-દિવાનગી ગીત પર નાચ્યો શાહરૂખ-ઐશ્વર્યા અને અભિષેક, કરીના-શાહિદ સાથે સ્પોટ થયા, જુઓ વીડિયો
આ પણ વાંચોઃ Look Back 2024: થપ્પડ કાંડથી લઈને મૃત્યુની અફવા સુધી, આ વર્ષના ઈન્ડસ્ટ્રીના કેટલાક વિવાદ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ