સ્પોર્ટસ

ફરી એકવાર સૌરાષ્ટ્ર બન્યું રણજી ટ્રોફી ચેમ્પિયન, બંગાળને 9 વિકેટે હરાવ્યું

સૌરાષ્ટ્ર સાવજ બંગાળ પર ગર્જ્યા છે, સૌરાષ્ટ્રની ટીમ ફરી એકવાર રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું છે. કેપ્ટન જયદેવ ઉનડકટે બંગાળ સામે શાનદાર પ્રદર્શન કરી 9 વિકેટથી જીતાડી સૌરાષ્ટ્રને રણજી ટ્રોફી અપાવી છે. કેપ્ટન જયદેવ ઉનડકટે આ મેચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સૌરાષ્ટ્ર બીજીવાર રણજી ચેમ્પિયન બનાવ્યું છે.

રણજી ટ્રોફી 2022-23ની ફાઈનલ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રમાઈ. સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટ સામે બંગાળના મનોજ તિવારી કઈ ન કશી શક્યો. બંગાળના હોમગ્રાઉન્ડમાં આ ફાઈનલ મેચ રમાઈ હતી પરંતુ બંગલે ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો હતો. જયદેવ ઉનડકટની કેપ્ટનશીપ હેઠળ રમાયેલ આ ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રએ શાનદાર પ્રદર્શન કરી બંગાળને 9 વિકેટે હરાવ્યું છે.

આ પણ વાંચો : રણજી ટ્રોફી ફાઈનલ: મધ્યપ્રદેશે મુંબઈને 6 વિકેટે હરાવી ઈતિહાસ સર્જ્યો

સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઉનડકટનો આ નિર્ણય સાચો સાબિત થયો અને બંગાળની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 54.1 ઓવરમાં માત્ર 174 રનમાં તંબુ ભેગી થઇ ગઈ હતી. બંગાળ તરફથી શાહબાઝ અહમદે 69 અને અભિષેક પોરેલે 50 રન કર્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી શાનદાર બોલિંગ કરી જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયાએ ૩-૩ વિકેટ જયારે ચિરાગ જાની અને ડી જાડેજાએ 2-2 વિકેટ જડપી હતી.

 

પ્રથમ ઇનિંગ્સમાંશ બેટિંગ કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની શરૂઆત પણ કઈ ખાસ રહી નહી. જોકે 4 બેટ્સમેન દ્વારા અડધી સદી ફટકારતા સારી સ્થિતિમાં આવી 404 રન કર્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી વાસવાળાએ 81 રન, ચિરાગ જાનીએ 60 રન, શેલ્ડન જેક્સને 59 રન અને હાર્દિક દેસાઈએ 50 રન કર્યા હતા. જયારે બંગાળ તરફથી મુકેશ કુમારે 4 વિકેટ અને આકાશ દીપ તેમજ ઇશાન પોરેલે 2-2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : મોટી જીત છતાં ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, આ બેટ્સમેન બીજી ટેસ્ટમાંથી બહાર થયો

બીજી ઇનિંગ્સની શરૂઆત કરી રહેલ બંગાળની સામે ૨૩૦નું દેવું હતું. જેના જવાબમાં બંગાળે 241 રન સાથે ઓલઓઉટ થઇ ગયું હતું. ચોથી ઇનિંગ્સમાં સૌરાષ્ટ્ર સામે માત્ર 12 રનનું જ લક્ષ્યંક હતું. જેને સરળતાથી હાંસલ કરી રણજી ટ્રોફીની ફાઈનલ મેચ જીતી છે. જયદેવ ઉનડકટે બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ ઝડપી હતી. આ મેચ સૌરાષ્ટ્રે 9 વિકેટથી જીતી હતી.

સૌરાષ્ટ્ર બીજીવાર રણજી ચેમ્પિયન

સૌરાષ્ટ્રના રણજી ટ્રોફી ઈતિહાસ પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર બંગાળ સામે જીતીને બીજીવાર રણજી ચેમ્પિયન થયું છે. અગાઉ 2019-20માં ચેમ્પિયન થયું હતું મહત્વની વાત એ છે કે જયદેવ ઉનડકટની કેપ્ટનશીપમાં જ સૌરાષ્ટ્ર બંને વખત ચેમ્પિયન બન્યું છે. છેલ્લી 11 રણજી સિઝનની વાત કરીએ તો સૌરાષ્ટ્ર 5 વાર રણજી ફાઈનલમાં પહોચ્યું છે જેમાં 2 વાર ચેમ્પિયન બન્યું છે જયારે ૩ વાર હારનો સામનો કરવો પડ્યો છે. ગત વર્ષે પણ સેમીફાઈનલ સુધી પહોચ્યું હતું.

Back to top button