PM મોદી સાથે ફરી એકવાર PM જ્યોર્જિયા મેલોનીની સેલ્ફી: #Melodi થયું ટ્રેન્ડ, જુઓ સેલ્ફી વીડિયો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથેની તસવીર બહાર આવી
ઈટાલી, 15 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાંથી ભારત પરત ફર્યા છે. તેમણે તેમની મુલાકાતને ઉપયોગી ગણાવી અને ઈટાલીના લોકો અને સરકારનો તેમના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીની ઈટાલી મુલાકાત પહેલા પણ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ઉત્સુકતા ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની સાથેની તેમની મુલાકાતને લઈને હતી અને ત્યારથી સોશિયલ મીડિયામાં #Melodi ટ્રેન્ડ થઈ રહ્યું છે. G7માં બંને નેતાઓની મુલાકાત પણ ખૂબ જ શાનદાર રહી અને બંનેએ એકબીજાને હાથ જોડીને અભિવાદન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથેની તસવીર બહાર આવી છે. આ તસવીરમાં જ્યોર્જિયા મેલોની ખૂબ જ ઉત્સુકતા સાથે PM મોદી સાથે સેલ્ફી લઈ રહ્યા છે.
PM Narendra Modi and Italy’s PM Giorgia Meloni’s selfie on the sidelines of the G7 summit, in Italy. pic.twitter.com/wE1ihPHzeq
— ANI (@ANI) June 15, 2024
Hi friends, from #Melodi pic.twitter.com/OslCnWlB86
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 15, 2024
બંને નેતાઓ આકસ્મિક રીતે મળ્યા હતા
બંને નેતાઓ એકબીજાની સાથે આરામથી ઉભા રહેલા અને હસતા જોવા મળે છે. પ્રથમ નજરે આ તસવીર કોઈ રૂમની બહારની હોવાનું જણાય છે. કારણ કે તસવીરની પાછળ એક દરવાજો છે અને ત્યાં એક-બે લોકો પણ હાજર છે. આ તસવીરમાં જ્યોર્જિયા મિલોની અને પીએમ મોદીની સ્ટાઈલ જોવા જેવી છે. બંને નેતાઓ એકબીજાને સંપૂર્ણ આરામથી મળ્યા હતા.
હાથ જોડી અભિવાદન કર્યું
ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીની ઇટાલીના અપુલિયામાં જ્યોર્જિયા મેલોની સાથેની તેમની મુલાકાત ખૂબ જ ખાસ રહી. આ વખતે પીએમ મોદીએ ભારતની સાંસ્કૃતિક પરંપરા મુજબ, જ્યોર્જિયા મેલોનીનું હાથ જોડીને અભિવાદન કર્યું. આ પછી ઈટાલીના PMએ પણ આવી જ રીતે વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું.
લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો
ઉલ્લેખનીય છે કે, G-7 સમિટના આઉટરીચ સેશન દરમિયાન પીએમ મોદીએ દેશમાં તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી અને તેની નિષ્પક્ષ-પારદર્શક પ્રક્રિયાની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ દેશની ચૂંટણી પ્રક્રિયાને સમગ્ર લોકતાંત્રિક વિશ્વ માટે મોટી જીત ગણાવી. તેમણે કહ્યું કે, ભારતની ચૂંટણી લોકશાહીનો સૌથી મોટોપર્વ છે. G-7 સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, G-7 સાથે તેમના દેશની વાતચીત અને સહયોગ ચાલુ રહેશે.
ટેક્નોલોજી અને AI પર ભાર
પીએમ મોદીએ ટેક્નોલોજીમાં એકાધિકારનો અંત લાવવાનું આહ્વાન કર્યું અને કહ્યું કે, એક સમાવિષ્ટ સમાજનો પાયો નાખવા માટે તેને સર્જનાત્મક બનાવવી જોઈએ, જ્યારે ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ચર્ચા કરતા પીએમ મોદીએ બધા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો મંત્ર આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર રાષ્ટ્રીય વ્યૂહરચના તૈયાર કરનાર પ્રથમ કેટલાક દેશોમાં ભારત એક છે.
આ પણ જુઓ: મેક્રોન, સુનક, ઝેલેન્સકી… ઇટાલીમાં PM મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે કરી મુલાકાત, જાણો શું વાતચીત થઈ?