અમેરિકામાં વધુ એક વખત ગુજરાતીની હત્યાથી ખળભળાટ, અરવલ્લીના દંપતીને ગોળી મારી હત્યા
અમેરિકામાં છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતીઓ પર ગોળીબારની ઘટના સામે આવી રહી છે. થોડા સમય પહેલા જ અમેરિકામાં એક સત્સંગી ગુજરાતીની ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. ત્યારે આજે અમેરિકામાં ફરીવાર ગુજરાતીઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. અમેરિકામાં અરવલ્લીના મેઘરજના દંપત્તિની હત્યાથી ચકચાર મચી જવા પામી છે.
મેઘરજના દંપત્તિની અમેરિકામાં હત્યા
અમેરિકામાં ફરીવાર ગુજરાતીઓ પર હુમલો કરવાની ઘટાના સામે આવી છે. જાણકારી મુજબ અમેરિકામાં રહેતા અરવલ્લીના મેઘરજના દંપત્તિની ગત 6 તારીખે ગોળી મારી બન્નેની હત્યા કરી દેવામાં આવી છે. તેઓ અમેરિકામાં મોટેલ વ્યવસાય સાથે જોડાયેલા હતા. મેઘરજના શેઠ રજનીકાંત વલ્લભદાસ અને પત્ની નિરીક્ષાબેનની હત્યા કરતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર વારંવાર હુમલાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસે શરુ કરી કાર્યવાહી
મળતી માહિતી મુજબ જૂની અદાવતને કારણે આ હત્યા કરવામાં આવી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. આ હત્યા ત્રણ દિવસ પૂર્વે એટલે કે 6 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. તેમના પરિવારને આ બાબતની જાણ કરાતા પરિવાર અમેરિકા જવા રવાના થયો હતો. અને આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે હત્યાને લઈને કાર્યવાહી શરુ કરી છે.
આ પણ વાંચો : ડેનમાર્કથી આવેલ વિદેશી મહેમાનોએ ગુજરાતની આંગણવાડીની મુલાકાત લીધી, પછી બન્યું ખાસ