- આંગડિયા કર્મચારીને પીસ્તોલના નાળચે લૂંટી લેવામાં આવ્યો
- લૂંટારાઓ કાયદાની એસી તેસી કરી લૂંટ ચલાવી ભાગ્યા
- ત્રણ લૂંટારાઓ લૂંટ કરી ભાગ્યા અને પોલીસ ઊંઘતી રહી
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક આંગડિયા કર્મચારીને પીસ્તોલના નાળચે લૂંટી લેવામાં આવ્યો છે. બાપુનગરના યોગેશ્વર પાર્કમાં અનેક લોકોની હાજરીમાં લૂંટારાઓએ લૂંટ ચલાવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ આવી તો ગઈ પરંતુ તપાસ દિશા વિહીન હોવાનું સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સારવાર હેઠળ રહેલા પુત્રને મળવા મુબંઈ પહોંચ્યા
બાઇક સવાર ત્રણ લૂંટારો લૂંટ ચલાવી ભાગવામાં સફળ થયા
બાપુગરના યોગેશ્વર પાર્ક સોસાયટી પાસે સતત લોકોની અવરજવર રહેતી હોય છે અને આ અવરજવર વચ્ચે જ બાઇક સવાર ત્રણ લૂંટારો લૂંટ ચલાવી ભાગવામાં સફળ થયા છે. ટોલનાકા ચાર રસ્તા પાસે આવેલા વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો છે. દરરોજની માફક મહેશ પ્રજાપતિ નામનો આંગડિયા પેઢીનો કર્મચારી 46.51 લાખની રોકડ લઈ યોગેશ્વર પાર્કમાં તેના ઘરે પહોંચ્યો એ જ દરમિયાન પાર્કિંગમાં તેનો પીછો કરીને ત્રણ લૂંટારો પહોંચ્યા હતા. ત્યાં મહેશ પ્રજાપતિ પાસે રહેલા થેલો અચકી લીધો હતો આ દરમિયાન મહેશ પ્રજાપતિ અને લૂંટારો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. તે બાદ બેગનો પટ્ટો તૂટી જતા લૂંટારાઓ બેગ આંચક્વામાં સફળ રહ્યા અને ફરાર થઇ ગયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મહેશ પ્રજાપતિએ બૂમાબૂમ કરી હતી તેથી લોકોના ટોળા પાછળ ભાગ્યા
મહેશ પ્રજાપતિએ બૂમાબૂમ કરી હતી તેથી લોકોના ટોળા પાછળ ભાગ્યા હતા. પરંતુ લૂંટારુઓ પાસે રહેલ હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું તેથી ટોળુ દૂર ખસી ગયુ અને ભાગવામાં સફળ રહ્યા હતા. રૂપિયા 46,51,000 ભરેલો થેલો લઈ આસાનીથી નીકળી ગયા ઘટનાની જાણ થતા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. તેથી પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળ પર શહેર કોટડા પોલીસ એસીપી સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંગડિયા પેઢીથી યોગેશ્વર પાર્ક સુધીના રૂટના સીસીટીવી મેળવવા શરૂ કર્યું છે.