ગુજરાત

ગુજરાતમાં ફરી એકવાર ગૃહિણીઓના બજેટ પર સંકટ, સિંગતેલનો ભાવ આસમાને

Text To Speech
  • વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ
  • એક જ દિવસમાં સિંગતેલમાં રૂ. 20નો વધારો થયો છે
  • દિવાળી સુધીમાં રૂ.3300 સુધી જાય તેવી શકયતા

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જેમાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તેમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3170ને પાર થયો છે. તથા વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ત્યારે સિંગતેલનો ભાવ દિવાળી સુધીમાં 3300 સુધી જાય તેવી શકયતા છે.

આ પણ વાંચો: ભારતના ડિપ્લોમેટની હકાલપટ્ટી કરી કેનેડાએ કહ્યું- ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારતનો હાથ 

વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ

રાજકોટ જથ્થાબંધ વેપારીઓ દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે, વરસાદ ખેંચતા મગફળીના પાકને બ્રેક થયો છે. બજારમાં મગફળીની માંગ ઉઠી છે. વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે. મગફળીની અછતને કારણે પીલાણમાં આવતી ન હોવાથી 90 ટકા મિલો બંધ થઈ છે. આ વચ્ચે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, સિંગતેલનો ડબ્બો દિવાળી સુધીમાં 3300 રૂપિયા સુધી જાય તેવી શકયતા છે. એક તરફ તહેવારોની શરૂઆત થઈ ચુકી છે. જેના કારણે લોકોના ઉજવણીનો માહોલ છે ત્યાં બીજી તરફ મધ્યમ વર્ગ માટે મુશ્કેલીઓ વધી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની મન મૂકીને મહેર, જાણો કયા પડ્યો સૌથી વરસાદ 

એક જ દિવસમાં સિંગતેલમાં રૂ. 20નો વધારો થયો છે

રાજકોટમાં સિંગતેલમાં ફરી ભડકો થયો છે. જેમાં એક જ દિવસમાં સિંગતેલમાં રૂ. 20નો વધારો થયો છે. એટલું જ નહીં જો બજારમાં સિંગતેલના ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસમાં રૂ. 200નો વધારો થયો છે. જેના કારણે સિંગતેલનો ડબ્બો રૂ. 3170ને પાર પહોંચ્યો છે. આ કારણે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાય જવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. જુલાઈ માસના સમયમાં સારો વરસાદ થતા સૌરાષ્ટ્રમાં મગફળીનું સારૂ એવું વાવેતર ખેડૂતો દ્વારા કરવામા આવ્યું હતું અને જુલાઈ માસના ધોધમાર વરસાદ બાદ આખો ઓગષ્ટ માસ કોરોધાકડ જતા હવે મગફળીના પાકને વરસાદી પાણીની ખાસ જરૂરિયાત છે. તેવા સમયે જ વરસાદ ખેચાઈ જાય તથા વધુ વરસાદથી પાક નિષ્ફળ જવાની વધુ શક્તાઓ છે. તેથી ભાવમાં વધારો થશે.

Back to top button