ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો હવામાન વિભાગની આગાહી

Text To Speech
  • રાતથી જ ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થઇ ગયા છે
  • 9 ફેબ્રુ.થી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી
  • ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ રહ્યું છે

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં હવામાન વિભાગે ઠંડી પડવાની આગાહી કરી છે. તેમાં ગઇકાલ રાતથી પવનની ગતિમાં વધારો થયો છે. જેમાં 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તથા 9 ફેબ્રુ.થી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી છે.

રાતથી જ ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થઇ ગયા છે

અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાનું અનુમાન છે. તથા ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. આ સાથે અંબાલાલ પટેલે પણ ઠંડીનો રાઉન્ડ શરૂ થયાનું જણાવ્યુ છે. અમદાવાદમાં બુધવારે રાતથી જ ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થઇ ગયા છે. ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 15થી 25 કી.મી. કલાકની ગતિએ તેજ હવા ચાલવાની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઇ રહયા છે.

ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ રહ્યું છે

ગઇકાલથી શહેરમાં પવનની ગતિમાં વધારો થયો છે. આજે મિશ્ર ઋતુ રહેવાનું હવામાનનું અનુમાન છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ રહ્યું છે. દિલ્હી સહિત ઉત્તર ભારતનાં કેટલાક રાજ્યોમાં ઠંડા પવનના સૂસવાટાભેર ફૂંકાઇ રહ્યા છે. તેથી ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંડીગઢ, હરિયાણા અને દિલ્હીના વિવિધ વિસ્તારોમાં શીત લહેરની સંભાવના છે.

Back to top button