ટ્રેન્ડિંગનેશનલવિશેષ

એક સમયનું ડાકુઓનું ગામ આજે IAS-IPS અધિકારીઓથી પ્રખ્યાત

  • ચિત્રકૂટ જિલ્લા મુખ્યાલયથી 20 કિલોમીટર દૂર આવેલા રાયપુરા ગામ એક સમયે ડાકુઓથી ઓળખાતું ગામ હવે IAS-IPSના નામથી ઓળખવામાં આવી રહ્યું છે. આ ગામના દરેક ઘરમાં કોઈને કોઈ યુવા અધિકારી છે.

મધ્યપ્રદેશ, 27 નવેમ્બર: દેશના દરેક ગામોની પોતાની ખાસિયત હોય છે અને તેના કારણે તે પોતાની અલગ ઓળખ બનાવે છે. યુપીના ચિત્રકૂટનો પાથા વિસ્તાર એક સમયે ડાકુઓનો ગઢ માનવામાં આવતો હતો. આ વિસ્તારમાં એક ડાકુના ખાત્મા બાદ બીજો ડાકુ ઊભો થઈ જતો હતો, પરંતુ હવે આ વિસ્તારમાં ડાકુઓ નહીં પરંતુ સત્તા પર રહેલા IAS અને PCS છે. આ નાનકડા ગામના દરેક ઘરમાં એક સરકારી અધિકારી છે.

રાયપુરા ગામ ચિત્રકૂટ (Chitrakoot) જિલ્લા મુખ્યાલયથી 20 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામ એક સમયે ડાકુઓ માટે પ્રખ્યાત હતું, પરંતુ હવે આ ગામને IAS-IPSના નામથી ઓળખવામાં આવે છે. કેમ કે ગામના દરેક ઘરમાંથી કોઈને કોઈ સરકારી હોદા ઉપર છે. ગામના દોઢ ડઝનથી વધુ લોકો હાલમાં IAS, IPS, PCS જેવી વિવિધ સેવાઓમાં વરિષ્ઠ અધિકારી તરીકે કામ કરી રહ્યા છે.

દરેક ઘરમાં એક સરકારી કર્મચારી

રાયપુરા (Raipura) ગામના ઈન્ટર કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ મહેન્દ્ર પ્રસાદ સિંહે જણાવ્યું કે આ ગામમાં દોઢ ડઝનથી વધુ લોકો IAS અને PCS પદ પર અત્યારે કાર્યરત છે. તે બધાનું શાળાકીય શિક્ષણ ગામમાં જ થયું હતું. જો કે તેઓ બહારથી ઉચ્ચ શિક્ષણ મેળવીને અધિકારી બન્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આ ગામના દરેક ઘરમાં કોઈને કોઈ સરકારી નોકરી છે, જ્યારે તે સ્કૂલના પ્રિન્સિપાલ હતા ત્યારે તે સ્કૂલમાં બાળકોને અન્યની વાત કરીને પ્રોત્સાહિત કરતા હતા, જેના કારણે બાળકો પર સકારાત્મક અસર જોવા મળી હતી અને ગામના યુવાનોમાં સરકારી નોકરી મેળવવાની હરીફાઈ જોવા મળી હતી. એક સમયે ડાકુઓ માટે પ્રખ્યાત આ ગામ અત્યારે સરકારી અધિકારીઓ માટે પ્રખ્યાત છે.

મહેન્દ્ર પ્રસાદ સિંહે જણાવ્યું કે ગામના અભિજીત સિંહ, રોહિત સિંહ, કુલદીપ કુમાર અને સીપી સિંહ (IAS), યદુવેન્દ્ર શુક્લા (IPS), તેજ સ્વરૂપ, સુરેન્દ્ર, રાજેન્દ્ર, પ્રકાશ કુમાર, સુરેશ ચંદ્ર પાંડે, પ્રહલાદ સિંહ સંપૂર્ણ આઈએએસ અને પીસીએસ છે. અને સુરેશ ગર્ગ પીસીએસ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત અનેક યુવાનો ઓફિસર બનીને રાયપુરા (Raipura) ગામને ગૌરવ અપાવી રહ્યા છે. એ પણ જણાવ્યું કે આજે પણ ઘણા યુવાનો સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી માટે બહાર અભ્યાસમાં કરી રહ્યા છે. દર વર્ષે કોઈને કોઈ વિદ્યાર્થી આઈએએસ કે પીસીએસની પરીક્ષામાં સફળ થાય છે.

આ પણ વાંચો: માત્ર 8મા ધોરણ સુધી જ ભણ્યા, પણ દેશ-દુનિયામાં પ્રખ્યાત છે ‘મેન્ગ્રોવ મેન’

Back to top button