ગુજરાત

વિશ્વ પર્યાવરણ દિવસે મંત્રી કુંવરજી હળપતિએ મિસ્ટી પ્રોજેક્ટ હેઠળ વૃક્ષારોપણ કર્યું

  • મિસ્ટી’ નામ સાંભળીને તમને લાગશે કે આ કોઈએ મીઠાઈનું નામ છે
  • વડાપ્રધાન નરેન્દ્ર દ્વારા મિસ્ટી પ્રોજેક્ટ શરૂ કરાયો છે
  • દરિયા કિનારાનું ધોવાણ અટકાવવા ચેરના છોડનું રોપણ

ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે દરિયાઈ કિનારાનું ધોવાણ વધ્યું છે. દેશના સમૃદ્ધ દરિયા કિનારે વસેલા ગામડાઓ તરફ આગળ વધતો દરિયો અટકે તે માટે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર દ્વારા મિસ્ટી પ્રોજેક્ટ શરૂ કરાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સૌથી વધુ અકસ્માતમાં પદયાત્રીનાં મોત આ શહેરમાં થયા

ઝડપી આગળ વધતો દરિયો ગામડાઓની જમીન ભરખી રહ્યો છે

નવસારીના દરિયાઈ પટ્ટી ઉપરના ગામોમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં ખાસ વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે દરિયાઈ પટ્ટી ઉપર વસેલા ગામડાઓના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે. ઝડપી આગળ વધતો દરિયો ગામડાઓની જમીન ભરખી રહ્યો છે. જેને લઇ દરિયાઈ કિનારાઓનું ધોવાણ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા મિસ્ટી પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

આ પણ વાંચો: અમદાવાદના જાણીતા બિલ્ડરે પાંચ સ્કીમનો બારોબાર વહીવટ કરી છેતરપિંડી આચરી 

દરિયા કિનારાનું ધોવાણ અટકાવવા ચેરના છોડનું રોપણ

આજે વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત નવસારી જિલ્લાના દરિયાઈ પટ્ટી ઉપર આવેલા ગામો ચોર આમલા, ભાઠા, કનીયેટ, કૃષનપુર ખાતે મેંગૃવઝ, ચેરના વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. નવસારીના દરિયા કિનારે આવેલ ગામ કનિયેટ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યકર્મમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કુંવરજી હળપતિએ દરિયા કિનારાનું ધોવાણ અટકાવવા ચેરના છોડનું રોપણ કરી મેગા વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. બીજી તરફ
ચેર અને મેંગ્રુવના વૃક્ષોના વાવેતર અંગે ગ્રામજનોમા મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ગામના આગેવાનોએ ચેર વૃક્ષોના વાવેતરને કારણે દરિયાઈ ધોવાણ સામે રક્ષણ મળવા સાથે દરિયામાં જતા વહાણો માટે અવરોધ ઉભો થવાનો મત વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીઓને ઝડપી સારવાર માટે લેવાયો મોટો નિર્ણય 

મિસ્ટી’ નામ સાંભળીને તમને લાગશે કે આ કોઈએ મીઠાઈનું નામ છે

મિસ્ટી’ નામ સાંભળીને તમને લાગશે કે આ કોઈએ મીઠાઈનું નામ છે પરંતુ આ મિસ્ટી ભારતના કાંઠા વિસ્તારને હાઈ ટાઈટ સુનામી જેવી પ્રાકૃતિક આપદાઓથી સુરક્ષિત કરશે. આજથી દેશના 11 રાજ્ય તેમજ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં આવનાર પાંચ વર્ષમાં મેંગ્રુવના વાવેતરને પ્રધાનતા આપવામાં આવશે. દરિયાકાંઠા વિસ્તાર વાળા રાજ્યો માટે ‘મિસ્ટી’ પ્રોજેક્ટ અંતર્ગત મેંગ્રુવની વાવણી કરવામાં આવશે. ‘મિસ્ટી’ પ્રોજેક્ટ આવનાર વર્ષોમાં કુદરતી હોનારતો અને સુનામી સામે રક્ષા કવક્ષ બનશે. મિસ્ટી’ એટલે ( મેંગ્રુવ ઇન્વેંટીવ ફોર શોરલાઈન હેબિટેટ એન્ડ ટેંગીબ ઈંકમ્સ). દેશના તમામ એવા રાજ્યો કે જે કાંઠા વિસ્તાર સાથે જોડાયેલા છે ત્યાં ક્યારે પણ સુનામી અને પ્રાકૃતિક આપદા મોટું નુકશાન ન કરે આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Back to top button