કાશ્મીર રાગ આલાપતા પાકિસ્તાન પર ફરી ભડક્યા જયશંકર, UNSCમાં ઉઠાવ્યો મુદ્દો
બુધવારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે કહ્યું છે કે જે દેશ અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને હોસ્ટ કરે છે અને તેના પડોશી દેશની સંસદ પર હુમલો કરે છે તેની પાસે સંયુક્ત રાષ્ટ્રમાં ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનિયતા આપણા સમયના મુખ્ય પડકારો, પછી તે મહામારી હોય, હવામાન પરિવર્તન હોય, સંઘર્ષ હોય કે આતંકવાદ હોય, તેના અસરકારક પ્રતિભાવ પર આધાર રાખે છે.
આ પણ વાંચો: UNSC માં ભારતે ફરી બતાવી મિત્રતા, રશિયા સામેના નિંદા પ્રસ્તાવના ઠરાવમાં ન કર્યું મતદાન
યુએનએસસીમાં આંતરરાષ્ટ્રીય શાંતિ પર તાકીદની ચર્ચાની અધ્યક્ષતા કરતા, એસ જયશંકરે કહ્યું હતુ કે , ‘અમે સ્પષ્ટપણે આજે બહુપક્ષીયતામાં સુધારાની તાકીદ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. સ્વાભાવિક રીતે આપણા પોતાના વિશેષ મંતવ્યો હશે, પરંતુ ઓછામાં ઓછી એક સમાનતા વધી રહી છે કે તેને વધુ વિલંબિત કરી શકાય નહીં.
વિદેશ મંત્રીએ પાકિસ્તાનનું નામ લીધા વિના પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતા કહ્યું, ‘દુનિયા જેને અસ્વીકાર્ય માને છે તેને ન્યાયી ઠેરવવાનો પ્રશ્ન ઊભો થવો જોઈએ નહીં. આ ચોક્કસપણે સરહદ પારના આતંકવાદના રાજ્ય સ્પોન્સરશિપને લાગુ પડે છે. કે ઓસામા બિન લાદેનને હોસ્ટ કરવો અને પડોશી દેશની સંસદ પર હુમલો કરવો એ આ કાઉન્સિલ સમક્ષ ઉપદેશ આપવા માટે પુરાવા તરીકે કામ કરી શકે નહીંનુ જણાવ્યુ હતુ.