વાજપેયીની 98મી જન્મજયંતી પર બોલિવુડ અભિનેતાએ પોતાના ફેન્સને આપી ‘અટલ’ ભેટ


આજે દેશભરમાં લોકો પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 98મી જન્મજયંતી મનાવી રહ્યું છે ત્યારે પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર પોતાની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરીને સૌ કોઈને પ્રભાવિત કરી દીધા છે. પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ નિર્માતાઓએ પંકજનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠી તેમના દમદાર અભિનય માટે જાણીતા છે. પંકજ પોતાના કામથી પાત્રમાં પ્રાણ પૂરે છે. પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયાએ જણાવ્યું કે, આ રોલને લઈ તે ખુબ આતુર હતા અને આ પાત્ર તેની લાઈફનું સૌથી મુશ્કિલ પાત્ર રહ્યું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક રવિ જાધવ દ્વારા નિર્દેશિત અને ઉત્કર્ષ નૈથાની દ્વારા લેખિત આ ફિલ્મ ડિસેમ્બર 2023માં રિલીઝ થશે. ફિલ્મ માટે સંગીત સલીમ-સુલેમના દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.
#ShriAtalBihariVajpayee जी के व्यक्तित्व को पर्दे पर साकार करने के लिए मुझे संयम से मेरे व्यक्तिमत्व पर काम करना जरूरी है, यह मैं जानता हूँ। स्फूर्ति और मनोबल के आधार से मैं नई भूमिका को न्याय दे सकूंगा यह अटल विश्वास मुझे है। #MainAtalHoon सिनेमाघरों में, दिसंबर २०२३। pic.twitter.com/2iwfDoZMD9
— पंकज त्रिपाठी (@TripathiiPankaj) December 25, 2022
પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પંકજ ત્રિપાઠીએ ટ્વિટ કરતા પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું કે, #ShriAtalBihariVajpayee જીના વ્યક્તિત્વને પડદા પર સાકાર કરવા માટે મારે સંયમથી મારા વ્યક્તિત્વ પર કામ કરવું જરુરી છે. #MainAtalHoon થિયેટરમાં ડિસેમ્બર 2023ના રોજ આવશે.
View this post on Instagram
પંકજ ત્રિપાઠીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતા પંડિત ધીરેન્દ્ર ત્રિપાઠીની કવિતાની કેટલીક લાઈનો લખી છે. ન ક્યારેય ડગમગ્યો, ન ક્યારે માથું ઝુકાવ્યું, હું એક અનોખું બળ છું, આ સાથે તેમણે લખ્યું તક મળી છે આ વ્યક્તિત્વને પડાદા પર અભિવ્યક્ત કરવાની, ભાવુક છુ કૃતજ્ઞ છુ. ખુબ ઓછા સમયમાં પંકજ ત્રિપાઠીનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.