ઈન્સ્ટાગ્રામ થયુ ડાઉન, ફીડ પણ રિફ્રેશ ન થતા લાખો યુઝર્સ થયા પરેશાન
ગુરુવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ફરીથી અચાનક ડાઉન થઈ ગયું હતુ, જેના કારણે કરોડો યુઝર્સ પરેશાન થયા હતા. ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ડાઉન હોવાને કારણે તેમને લોગઈન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને ફીડ પણ રિફ્રેશ થઈ શકતુ ન હતુ. કેટલાક યુઝર્સને મેસેજિંગમાં પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે ઈન્સ્ટાગ્રામ ડાઉન થયું હોય, આ પહેલા પણ અનેક વાર ઈન્સ્ટા ડાઉન થવાના કારણે યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાથી યુઝર્સ પરેશાન
યુઝર્સે દાવો કર્યો હતો કે ફોટો-વિડિયો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ ડાઉન છે અને લોકો એપના ક્રેશનો સામનો કરી રહ્યા છે. ઘણા લોકો ઇન્સ્ટાનો ઉપયોગ તેમની પ્રાથમિક સંચાર એપ્લિકેશન તરીકે કરે છે, જ્યારે કેટલાક તેના પર નાના વ્યવસાયો પણ ચલાવે છે. ત્યારે એપ ડાઉન થતા ત્યારે લોકોને ફીચરનો ઉપયોગ કરવો મુશ્કેલી પડી હતી.
કંપનીએ ટ્વીટ કરી માફી માંગી
ઈન્સ્ટાગ્રામ ડાઉન થતા કંપનીએ ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે, “અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે તેને શક્ય તેટલી વહેલી તકે સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ. તેમજ તમને પડી રહેલ તકલીફ માટે માફી માંગીએ છીએ.”
આ પણ વાંચો: Instant Loan! આપતી એપ્સથી રહો સાવધાન
ટ્વિટર પર ટ્રેન્ડિંગ – ઇન્સ્ટાગ્રામ ડાઉન
તમને જણાવી દઈએ કે આ પ્રકારની સમસ્યા ઈન્સ્ટાગ્રામમાં કેટલાક મહિનાઓથી સતત આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ ડાઉન થતાની સાથે જ ટ્વિટર પર કોમેન્ટ્સનો પૂર આવી ગયો હતો. ઘણા યુઝર્સે ટ્વિટર પર પોતાની ફરિયાદ શેર કરી હતી. ઇન્સ્ટાગ્રામ યુઝર્સે ટ્વિટર પર હેશટેગ #InstagramDown રોલ આઉટ કરવાનું શરૂ કર્યું, જે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરી રહ્યું હતુ.
ટ્વિટર પર એક યુઝરે કહ્યું કે @instagram જ્યારે હું તેને ખોલવાનો પ્રયાસ કરું છું ત્યારે એપ ક્રેશ થઈ જાય છે અને મારા ફોનની હોમ સ્ક્રીન પાછી આવી જાય છે.
ઈન્સ્ટાગ્રામ ડાઉન થતા લોકોએ મીમ્સ શેર કરી ઉડાવ્યો મજાક:
*Me trying to open Insta again and again #instagramdown pic.twitter.com/klMCmrbquQ
— Ignored_Inayat (@inayomeister) September 22, 2022
Instagram every other day. #instagramdown pic.twitter.com/NemQdbiXsk
— Prayag (@theprayagtiwari) September 22, 2022