રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કરીને કહ્યું છે કે તમામ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ! પ્રકાશ અને આનંદના આ પવિત્ર તહેવાર પર આપણે જ્ઞાન અને ઉર્જાનો દીવો પ્રગટાવીને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરીએ. આ મહાન તહેવાર પર હું તમામ દેશવાસીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું.
सभी देशवासियों को दीवाली की हार्दिक शुभकामनाएं! प्रकाश और उमंग के इस पवित्र त्योहार पर, हम ज्ञान और ऊर्जा के दीपक को प्रज्ज्वलित करते हुए जरूरतमंद लोगों के जीवन में भी खुशियां लाने का प्रयास करें। मैं इस महापर्व पर सभी देशवासियों के जीवन में सुख-समृद्धि के लिए प्रार्थना करती हूं।
— President of India (@rashtrapatibhvn) October 24, 2022
પીએમ મોદીએ ટ્વિટ કરીને દિવાળીની શુભકામના પાઠવી
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું- બધાને દિવાળીની શુભકામનાઓ. દિવાળીનો સંબંધ તેજ અને પ્રકાશ સાથે છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારશે. હું આશા રાખું છું કે પરિવાર અને મિત્રો સાથે તમારી દિવાળી શુભ રહે.
Wishing everyone a Happy Diwali. Diwali is associated with brightness and radiance. May this auspicious festival further the spirit of joy and well-being in our lives. I hope you have a wonderful Diwali with family and friends.
— Narendra Modi (@narendramodi) October 24, 2022
ઉપરાષ્ટ્રપતિએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી
ઉપપ્રમુખ જગદીપ ધનખડે પણ દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું, “તમને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! તેજસ્વી પ્રકાશનો આ તહેવાર આપણા જીવનમાં શાણપણ, શુભ અને સમૃદ્ધિ લાવે. ચમકતા દીવાઓની આભા આપણા દેશને આશા, સુખ, આરોગ્ય અને સંવાદિતાથી પ્રકાશિત કરે.
My warm greetings to the people of our country & those living abroad on the auspicious occasion of Deepawali.
May this festival of lights, bring wisdom, piety, prosperity & peace into our lives. May the radiance of Diyas bring hope, happiness, health & harmony in our country.— Vice President of India (@VPSecretariat) October 24, 2022
રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, “તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ પવિત્ર તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય લાવે, એ જ ભગવાનને પ્રાર્થના. હેપ્પી દીપાવલી!
दीपावली के पावन पर्व की आप सभी को हार्दिक शुभकामनाएँ! यह पावन पर्व आपके जीवन में सुख, समृद्धि और आरोग्य लेकर आए यही मेरी ईश्वर से कामना है। शुभ दीपावली!
Warm Diwali greetings to everyone. May this festival bring joy, health and wealth in your life. #HappyDiwali
— Rajnath Singh (@rajnathsingh) October 24, 2022
આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને દિવાળી અને નૂતન વર્ષની પાઠવી શુભેચ્છા