ચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

સુરત લિંબાયત બેઠક પર ‘પાટીલ સામે પાટીલના ભાણેજ’, કોનું પલડું ભારે ?

Text To Speech

સુરતની વિવિધ વિધાનસભા બેઠકો પર દાવેદારી નોંધાવવા માટે ભાજપના મુરતિયાઓ થનગની રહ્યા છે ત્યારે સુરતની લિંબાયત બેઠક પર ભાજપની ટિકિટ મેળવવા માટે વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલ પોતાની દાવેદારી નોંધાવી છે. તેની સાથો સાથ આલોક ચૌધરી નામના સૌથી યુવા નેતાએ પણ પોતાની દાવેદારી કરી છે.

વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ હાલમાં જ વિરોધનો સૂર ઊભો થયો છે. જેની સામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના ભાણેજ આલોક ચૌધરી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને વિવિધ સામાજિક ધોરણે પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તાર કરી રહ્યા છે અને તેમણે પણ દાવેદારી નોંધાવતા ફરી એકવાર સુરતમાં રાજકીય સમીકરણો બદલાતા હોય તેવું લાગી રહ્યું છે.

MLA Sangita-patil Hum Dekhenge News +
સંગીતા પાટીલ લિંબાયત બેઠકના હાલના ધારાસભ્ય

આ અગાઉ વરાછા બેઠક મુદ્દે ભાજપના હાલના ધારાસભ્ય કુમાર કાનાણી અને તેમની સાથે ઉદ્યોગપતિ અને વિશ્વ હિંદુ પરિષદનું મોટું નામ એવા દિનેશ નાવડીયાનું નામ આવતાં ઘણી ચર્ચાઓ ઊઠી છે. આજે જ્યારે કમલમ્ પર સંગીતા પાટીલના સમર્થકો અને આલોક ચૌધરીના સમર્થકો એકબીજાની સામસામે આવ્યા ત્યારે સૂત્રોચાર કર્યા હતા. આલોક ચૌધરીના સમર્થનમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ તેમની સાથે પહોંચ્યા હતા.

CR patil nephw Alok on limabayat seat Hum Dekhenge News
આલોક ચૌધરી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ભાણેજ

ભાજપના ઉમેદવાર માટે લગભગ નિશ્ચિત વિજય મેળવવાની બેઠક ગણાતી લિંબાયતની બેઠક પર પ્રદેશ સંગઠનના અને મોવડી મંડળના નેતાઓ કોના નામ પર મત્તુ મારે છે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. પરંતુ હાલના સંજોગોમાં સુરત લિંબાયતની બેઠકને લઇને મુરતિયાઓ મોટી લાઇન લગાવી ચુક્યા છે.

આ પણ વાંચો : રાજકોટઃ જિલ્લા ભાજપ મંત્રીના પતિને સેન્સ પ્રક્રિયામાં જવા ન દેવાતા માથાકૂટ કરી; લિસ્ટમાં પૂર્વ CMનું નામ જ નહીં

Back to top button