બિઝનેસ

દિવાળીના ખાસ દિવસે આજે એક કલાક માટે થશે મુહૂર્ત ટ્રેડિંગ, જાણો મુહૂર્ત ટ્રેડિંગ અંગે

Text To Speech

મુંબઈઃ આજે દેશભરમાં પ્રકાશના પર્વ દીપાવલીની ઉજવણી થઈ રહી છે. આ ખાસ દિવસે લોકો લક્ષ્મી માતાની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે કે સમગ્ર વર્ષ દરમિયાન તેમના પર ધનવર્ષા અને સમૃદ્ધિ બની રહે. દિવાળીનો દિવસ શેર માર્કેટમાં રોકાણકારો માટે પણ ઘણો જ શુભ હોય છે. આ દિવસે શેર માર્કેટ બંધ રહે છે, પરંતુ સાંજે લક્ષ્મી પૂજન પછી એક કલાક માટે દિવાળી પર મુર્હૂતના સૌદા થાય છે. એક કલાકમાં રોકાણકાર શેર માર્કેટમાં પૈસા લગાવે છે અને પોતાના રોકાણની શરૂઆત કરે છે.

જો તમે પણ દિવાળીના શુભ પ્રસંગે મૂર્હુત ટ્રેડિંગ કરવા માગતા હોય તો અમે તમને આ અંગેનું આખા શેડ્યૂલ અંગે જાણકારી આપી રહ્યાં છીએ.

મૂહુર્ત ટ્રેડિંગને શુભ માનવામાં આવે છે
શેર માર્કેટમાં મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા લગભગ 50 વર્ષ જૂની છે. હિન્દુ ધર્મ મુજબ દિવાળીના દિવસે કોઈ રોકાણની શરૂઆતને ઘણું જ શુભ માનવામાં આવે છે. રોકાણકારો મુહૂર્ત ટ્રેડિંગના દિવસે ટ્રેડિંગ ઓછું અને રોકાણ વધુ કરે છે. આ વર્ષનું મુહૂર્ત ટ્રેડિંગ ઘણું જ ખાસ છે કેમકે આ વર્ષે ધનતેરસ શનિવાર અને રવિવારે મનાવાઈ. એવામાં રોકાણકારો આ દિવસોમાં શેર માર્કેટમાં રોકાણ નથી કરી શક્યા.

દિવાળીના દિવસે એક કલાકમાં શેર માર્કેટમાં જોરદાર રૌનક જોવા મળશે તેવી આશા છે. મુહૂર્ત ટ્રડિંગના પ્રારંભથી પહેલા શેર માર્કેટમાં ગણેશ-લક્ષ્મીની પૂજા થાય છે. આ પૂજામાં સ્ટોક એક્સચેન્જના મેમ્બર્સ સામેલ થાય છે. જે બાદ મુહૂર્ત ટ્રેડિંગ શરૂ કરાય છે. એવી આશા વ્યક્ત કરવામાં આવે છે કે મુહૂર્ત ટ્રેડિંગ સમયે સેન્સેક્સ 60,000 કોસ કરી જશે.

મુહૂર્ત ટ્રેડિંગનો સમય

  • બ્લોક ડીલ સેશન- સાંજે 5.45થી 6 વાગ્યા વચ્ચે.
  • પ્રી ઓપનિંગ સેશન- સાંજે 6 વાગ્યાથી 6.08 સુધી
  • નોર્મલ માર્કેટ- સાંજે 6.15થી 7.15 વાગ્યા સુધી
  • કોલ ઓક્શન સેશન-  સાંજે 6.20થી 7.05 સુધી
  • ક્લોઝિંગ સેશન- સાંજે 7.15થી 7.25 સુધી
  • એક વર્ષમાં શેર બજારમાં જોવા મળ્યો ભારે ઉતાર-ચઢાવ

ગત વર્ષે 4 નવેમ્બર 2021નાં રોજ દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરાયું હતું. આ દિવસે શેર માર્કેટ માટે ઘણું જ શાનદાર રહ્યું હતું. આ દિવસે સેન્સેક્સ 60 હજારના માર્કને ક્રોસ કરી ગયું હતું. તો નિફ્ટી 17,921 પર બંધ રહ્યું હતું. છેલ્લાં એક વર્ષમાં શેર માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.

મોંઘવારી, કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ, રુપિયાનો રકાસ તેમજ ક્રુડ ઓઈલના વધતા ભાવોને કારણે શેર બજારમાં ઘણો જ ઉતાર-ચઢાવ રહ્યો. શુક્રવારે સેન્સેક્સ 104.25 વધીને 59,307.15 પર બંધ થયું હતું.

Back to top button