અમદાવાદગુજરાતટ્રેન્ડિંગધર્મમધ્ય ગુજરાતવિશેષ

સંત સાહિત્ય પર્વના બીજા દિવસે દલપત પઢિયારે રવિસાહેબ અને નિરંજન રાજ્યગુરુએ દાસી જીવણ વિશે રસપ્રદ માહિતી આપી

  • સંત રવિસાહેબે તમામ છંદમાં 400 જેટલાં પદ રચ્યાં છેઃ દલપત પઢિયાર
  • સંત દાસીજીવણે 170 જેટલી ભજન રચનાઓ રચેલી છેઃ નિરંજન રાજ્યગુરુ

અમદાવાદ, 2 ડિસેમ્બર, 2025: સંત સાહિત્ય પર્વના આજે બીજા દિવસે સુપ્રસિદ્ધ સાહિત્યકારો સર્વ શ્રી દલપત પઢિયાર તથા નિરંજન રાજ્યગુરુએ અનુક્રમે રવિ સાહેબ તથા દાસી જીવણ વિશે રસપ્રદ માહિતી પીરસીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા. શહેરમાં આશ્રમ રોડ ઉપર આત્મા હૉલ ખાતે ચાલી રહેલા પાંચ દિવસના આ સંત સાહિત્ય પર્વમાં આગામી દિવસોમાં ગુજરાતના અન્ય સંતોના સાહિત્ય વિશે પણ સત્ર યોજાશે.

સંત સાહિત્ય પર્વ _ HDNews
સંત સાહિત્ય પર્વ

તા. ૦૧થી ૦૫ જાન્યુઆરી, ૨૦૨૫ સળંગ પાંચ દિવસ, બુધવારથી રવિવાર સુધી સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘સંત સાહિત્યપર્વ’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘સંત સાહિત્યપર્વ’ના બીજા દિવસે તા.૦૨ જાન્યુઆરી, ગુરુવારના રોજ સંત ‘રવિસાહેબ’ વિશે દલપત પઢિયારે અને સંત ‘દાસી જીવણ’ વિશે નિરંજન રાજ્યગુરુએ મનનીય વક્તવ્ય આપ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંત સાહિત્ય પર્વ
સંત સાહિત્ય પર્વ શ્રી દલપત પઢિયાર

જાણીતા સાહિત્યકાર દલપત પઢિયારે રવિ સાહેબ વિશે રસપ્રદ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાણ સાહેબના દર્શન પછી રવિસાહેબે દીક્ષા લીધી હતી. રવિભાણ સંપ્રદાય એ ગુરુ-શિષ્યના નામે સ્થપાયેલો સંપ્રદાય છે. રવિસાહેબ જગતની ચિંતા કરનારા સંત છે. સંત રવિસાહેબની વાણીથી છ ગણિકાઓમાં પરિવર્તન આવ્યું છે. સંત રવિસાહેબે તમામ છંદમાં 400 જેટલાં પદ રચ્યાં છે. વિપુલ પ્રમાણમાં સાહિત્ય રચ્યું છે.

સંત સાહિત્ય પર્વ - HDNews
સંત સાહિત્ય પર્વ શ્રી નિરંજન રાજ્યગુરુ

તો નિરંજન રાજ્યગુરુએ સંત દાસી જીવણ વિશે અત્યંત રસપ્રદ અને ઉપયોગી વાતો કહીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા. તેમણે જણાવ્યું કે, સંત દાસીજીવણનું આયુષ્ય 75 વર્ષનું હતું અને દિવાળીના દિવસે જીવતા સમાધિ લીધી. સંત દાસીજીવણે 170 જેટલી ભજન રચનાઓ રચેલી છે. સંત દાસીજીવણે 17 ગુરુઓની કંઠી ધારણ કરેલી. દરેક ગુરુઓએ અલગ-અલગ માર્ગ બતાવ્યો. પણ, દાસીજીવણનું મન ક્યાંય સ્થિર થતું નહીં. ત્યારબાદ દાસીજીવણને ભીમસાહેબ મળ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદઃ સંત સાહિત્યપર્વના અનોખા કાર્યક્રમનું આયોજન, જાણો ક્યાં સુધી લાભ લઈ શકશો?

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button