નવરાત્રિના બીજા દિવસે, માતા બ્રહ્મચારીણીને ધરાવો આ ભોગ !
- માતા બ્રહ્મચારિણી તેમના ભક્તોને સંદેશ આપે છે કે સખત પરિશ્રમથી જ સફળતા મેળવી શકાય છે.
- નવરાત્રિના બીજા દિવસે વાળને યોગ્ય જગ્યાએ રાખવા માટે માતાને રેશમી પટ્ટી ચઢાવવી જોઈએ.
- મંગળ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આજે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક રહેશે.
શક્તિ આરાધનાના પર્વ નવરાત્રીમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. ચૈત્ર નવરાત્રિનો દરેક દિવસ મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોમાંથી એક યા બીજા સાથે સંબંધિત છે. ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ મા દુર્ગાના અન્ય સ્વરૂપ બ્રહ્મચારિણી સાથે સંબંધિત છે. આજે મા દુર્ગાની બ્રહ્મચારિણી સ્વરૂપે પૂજા કરવામાં આવશે. અહીં ‘બ્રહ્મા’ શબ્દનો અર્થ થાય છે તપસ્યા અને ‘બ્રહ્મચારિણી’નો અર્થ થાય છે તપસ્યા કરનાર. મા દુર્ગાનું આ સ્વરૂપ શાશ્વત પરિણામ આપનાર છે.
મા બ્રહ્મચારીણી શું ધરાવશો ભોગ?
મા બ્રહ્મચારિણીને ખાંડનો નૈવેદ્ય પસંદ છે. માતાને ખાંડનો ભોગ લગાવવાથી પરિવારનુ આયુષ્ય વધે છે. બ્રાહ્મણને પણ ખાંડનું દાન કરો. ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે માતાએ ઘોર તપસ્યા કરી હતી, આ મુશ્કેલ તપસ્યાને લીધે માતાનું નામ તાપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણી નામથી ઓળખવામાં આવી. નવરાત્રીના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવીને ખાંડ, સફેદ મીઠાઈ, ફળ, ખાંડ વગેરે અર્પણ કરવું જોઈએ.
આ પણ વાંચો: પાકિસ્તાન અને શ્રીલંકા સહિત દુનિયાના આ સ્થળોએ છે 51 શક્તિપીઠો, જાણો ક્યાં છે સિદ્ધ મંદિર?
કયો રંગ છે શુભ?
શારદીય નવરાત્રીના બીજા દિવસે એટલે કે 27 સપ્ટેમ્બરે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લાલ રંગનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.