સિદ્ધૂ મુસેવાલાની બીજી વરસી પર માતા થઈ ભાવુક, પોસ્ટ કરીને વર્ણવ્યુ દુઃખ


- આજે સિદ્ધૂ મુસેવાલાની બીજી વરસી છે. આ અવસરે મુસેવાલાના પરિવારજનો અને શુભેચ્છકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સિંગરની માતા ચરણકૌર સિંહે પોતાના દિકરાની યાદમાં એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે
29 મે, ચંદીગઢઃ પંજાબી સિંગર-રેપર સિદ્ધૂ મુસેવાલાએ આ દુનિયાને અલવિદા કહે બે વર્ષ થઈ ચૂક્યા છે. 29 મે, 2022ના રોજ પંજાબમાં તેની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાથી દરેક વ્યક્તિને શોક લાગ્યો હતો. સિદ્ધુની હત્યાના બે વર્ષ બાદ પણ તેનો પરિવાર અને ફેન્સ તેના માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. આજે સિદ્ધૂ મુસેવાલાની બીજી વરસી છે. આ અવસરે મુસેવાલાના પરિવારજનો અને શુભેચ્છકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સિંગરની માતા ચરણકૌર સિંહે પોતાના દિકરાની યાદમાં એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે, જેણે દરેક વ્યક્તિની આંખ ભીંજવી દીધી છે.
View this post on Instagram
ચરણ કૌરે શું લખ્યું પોસ્ટમાં?
ચરણ કૌરે 29 મે, 2024ના રોજ દિવંગત પુત્ર સિદ્ધૂ મુસેવાલાની બીજી વરસી પર પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નોટ શેર કરી છે. જેમાં દિકરા સાથે તેની તસવીર પણ છે. તેણે પંજાબીમાં લખ્યું છે કે પ્રિય દિકરા સુખ, તેં ઘરને અલવિદા કહ્યાને આજે 730 દિવસ, 17532 કલાક અને 1051902 મિનિટ અને 63115200 સેકન્ડ વીતી ચૂકી છે. મને મારી પ્રાર્થનાઓનું ફળ ન મળ્યું. દુશ્મનોએ મારો ખોળો ખાલી કરી દીધો. એવો અંધકાર આપ્યો કે રોશનીની આશા પણ ન હતી.
ચરણ કૌરે આગળ લખ્યું છે કે, પરંતુ દિકરા, ગુરુ મહારાજ તારા વિચારો અને સપનાં જાણતા હતા, તેથી તેમણે મને મારો દિકરો(નાનો પુત્ર) ફરી વખત આપ્યો. હું તને શારીરિક રીતે જોઈ શકતી નથી, પરંતુ હું તને મહેસુસ કરી શકું છું. આ બે વર્ષથી હું એ જ કરી રહી છું. તને અનુભવી રહી છું. આજે ખૂબ જ કઠિન દિવસ છે. આ પોસ્ટના કેપ્શનમાં તેણે રડતું ઈમોજી પણ મુક્યું છે.
આ પણ વાંચોઃ IPL બાદ અનુષ્કા-વિરાટ અને સાગરિકા-ઝહિરે ડિનરની મજા માણી, વીડિયો વાયરલ