એક તરફ પાર્ટીનો ખેસ ધારણ નથી કરી રહ્યો અને ટિકિટ માટે દાવેદારી નોંધવતો હાર્દિક પટેલ, કેમ ઉઠી ચર્ચા
વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ નેતા અને પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપમાં પણ સરખી રીતે ચાલી રહ્યા નહીં હોય તેવું લાગી રહ્યું છે. ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ હાર્દિક ઘણી વખત ભાજપનો ખેસ પહેરીને કોઈ પણ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યો નથી. હાર્દિક પટેલે તેની સોશિયલ સાઇટ્સ ઉપર મુકેલા ફોટાઓ આ વાતની સાક્ષી પુરે છે.
જાહેર કાર્યક્રમમાં ભાજપના ખેસ વગર હાર્દિક
मेरे विरमगाम तहसील में नौजवानों की सामाजिक एकता को मज़बूत करने के लिए सामाजिक एकता क्रिकेट टूर्नामेंट का भव्य आयोजन किया था, आज इस टूर्नामेंट का समापन हुआ। विजेता टीम के खिलाड़ियों को ईनाम वितरण कर प्रोत्साहित किया। pic.twitter.com/TNzZiH1Mnk
— Hardik Patel (@HardikPatel_) October 26, 2022
બીજી તરફ ભાજપની સેન્સ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ત્રણ દિવસ વિવિધ જિલ્લાઓમાં ફરીને ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. આજે ભાજપના નિરીક્ષકો દ્વારા વિરમગામ અને સાણંદ બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલના સમર્થકો દ્વારા તેમના નામે દાવેદારી નોંધાવવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
શું છે સ્થાનિક કાર્યકર્તાઓની પસંદગી
જોકે વિરમગામની બેઠક પરથી તેજશ્રીબેન પટેલ સહિત ત્રણ પૂર્વ ધારાસભ્યો સહિત 10થી વધુ લોકો ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી ચૂક્યા છે. આ તરફ હાલમાં જ હાર્દિક પટેલની કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી. ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલની અમિત શાહ સાથેની મુલાકાતની આ પહેલી તસવીર સામે આવી હતી. જે બાદ એવી અટકળો લગાવાઈ રહી હતી કે ભાજપ વિરમગામમાંથી હાર્દિક પટેલને ટિકિટ આપી શકે છે.
ત્યારે સોશિયલ મીડિયામાં પાર્ટીથી અલગ પ્રકારની રણનીતિમાં જોવા મળતાં સ્થાનિક કાર્યકર્તાઓ નારજગી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. ભાજપમાં પ્રવેશ બાદથી સતત ચર્ચામાં રહેલા હાર્દિક પટેલ પણ લાંબા સમયથી વિરમગામ વિધાનસભામાં સતત સામાજિક અને સેવાકિય કાર્ય કરી રહ્યો છે. ઉપરાંત ભાજપની ગૌરવ યાત્રામાં પણ તેને અંતિમ સમયોમાં જોડવામાં આવ્યો હતો.
જે સમયથી હાર્દિક ભાજપમાં આવ્યા છે ત્યારથી જ તેના નામ અંગે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે પાર્ટીની સામે આ પ્રકારની પ્રવૃતિ અને સાથે જ હાઈકમાન્ડના નેતાઓ સાથે નિકટતા તેના ચૂંટણી ભવિષ્ય અંગે પણ સવાલો થઈ રહ્યા છે. આંતરિક અહેવાલો એવા પણ સંકેતો આપી રહ્યા છે કે પાર્ટી હાઈકમાન્ડ હાલની સ્થિતિમાં હાર્દિકને ટિકિટ આપવા માટે વિચારણા હેઠળ જ છે. જેનો જવાબ આગામી દિવસોમાં મળશે.