હોળીના દિવસે કપલમાં થયો ડખો, પત્નીએ પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખ્યો ને પછી

પટના, તા. 16 માર્ચ, 2025: આપણી આસપાસ કેટલીક એવી ઘટના બનતી હોય છે જેની આપણે કલ્પના પણ કરી ન શકીએ. બિહારના વૈશાલી જિલ્લામાં આવી જ એક ઘટના બની હતી. જેમાં પત્નીએ તેના પતિનો જ પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખ્યો હતો.
શું છે મામલો
વૈશાલી જિલ્લામાં બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. લાલગંજ સબડિવિઝનના કરતહા પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવાન ભટૌલી પંચાયતના ભટૌલી ગામમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદે એટલો ભયંકર વળાંક લીધો કે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. હોળીના દિવસે થયેલા ઝઘડા દરમિયાન, પત્નીએ ગુસ્સામાં કાબુ ગુમાવ્યો અને ધારદાર છરીથી પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. જેના કારણે પતિની હાલત નાજુક બની ગઈ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ ભટૌલીના રહેવાસી મિથિલેશ પાસવાન તરીકે થઈ છે. તેનો પત્ની પ્રિયંકા દેવી સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિવાદ ધીમે ધીમે એટલો વધી ગયો કે પ્રિયંકા દેવીએ ગુસ્સો ગુમાવી દીધો અને રસોડામાંથી ધારદાર છરી લઈને પતિ પર હુમલો કર્યો અને તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખ્યો , જેના કારણે મિથિલેશ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઘટના બાદ ગામમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને લોહીલુહાણ હાલતમાં મિથિલેશ પાસવાનને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક લાલગંજ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તપાસ બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની માહિતી મળતા જ કર્તાહા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આરોપી પત્ની પ્રિયંકા દેવીને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધી. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. પોલીસ મહિલાની તેણે કયા કારણોસર તેના પતિની હત્યા કરી તેની પૂછપરછ કરી રહી છે. આ ઘટના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.
પોલીસે શું કહ્યું
આ અંગે માહિતી આપતાં, કર્તાહા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કુણાલ કુમાર આઝાદે જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે ઘરેલુ ઝઘડો થયો હતો, જે દરમિયાન પત્નીએ છરી વડે પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખ્યો હતો. ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. આરોપી મહિલા પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ આયુષ્માન કાર્ડ ખોવાઈ ગયું હોય તો પણ મળશે ફ્રી સારવાર, જાણો શું કરવું પડશે