અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગણતંત્ર દિવસના અવસર પર સરકારે બંધારણની મૂળ પ્રસ્તાવનાની તસવીર કરી શેર

Text To Speech
  • 75 વર્ષ પહેલા 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતે તેનું બંધારણ લાગુ કર્યું હતું 
  • નવું ભારત આ મૂળભૂત સિદ્ધાંતો સાથે કેટલી સારી રીતે સુસંગત છે’: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, 26 જાન્યુઆરી: ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. 1950માં આ દિવસે જ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું હતું, જેણે ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ 1935ને ગવર્નિંગ દસ્તાવેજ તરીકે બદલ્યું હતું. આ સાથે ભારતનું પ્રજાસત્તાક બન્યું હતું. આજે આપણે આપણો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ.

આ દરમિયાન, ભારતના બંધારણની પ્રસ્તાવનાની એક અસલ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને ભારત સરકાર દ્વારા શેર કરવામાં આવી છે. તસવીર શેર કરતી વખતે સરકારે આના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે, ‘નવું ભારત આ મૂળભૂત સિદ્ધાંતો સાથે કેટલી સારી રીતે સુસંગત છે’

 

સરકારે સોશિયલ મીડિયામાં શેર કરી તસવીર

ભારત સરકારે તેના સત્તાવાર હેન્ડલ mygovindia પરથી ભારતના બંધારણની પ્રસ્તાવનાની મૂળ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘જ્યારે આપણે ભારતના પ્રજાસત્તાકના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો આપણે આપણા બંધારણની મૂળ પ્રસ્તાવના પર નજર ફેરવીએ. નવું ભારત આ મૂળભૂત પાયાના સિદ્ધાંતો સાથે કેટલું મેળ ખાય છે?  સમયની આ સફર શરૂ થઈ ત્યારથી અત્યારસુધીની આ સફર પર એક નજર નાખો, એ શોધો કે ભારત તેના મૂળમાં સાચું રહીને કેવી રીતે વિકસિત થયું છે.’ આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અત્યાર સુધી 33 હજારથી વધુ લોકોએ આ પોસ્ટને લાઈક કરી છે.

લોકોએ શું કહ્યું ?

પ્રથમ તસવીર મૂળ પ્રસ્તાવના દર્શાવે છે, અને બાકીના દ્રશ્યો સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામને પ્રકાશિત કરે છે. આ પોસ્ટ થોડા કલાકો પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. પોસ્ટ કરવામાં આવી ત્યારથી, તેને 38,500થી વધુ લાઇક્સ(likes) અને ઘણી ટિપ્પણીઓ(comments) મળી છે. આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે, “પરફેક્ટ.” બીજાએ લખ્યું કે, “સરહદી વિસ્તારના વિકાસ અંગે, સાચું છે.” જ્યારે ત્રીજાએ લખ્યું કે, “હવે, આ વાસ્તવિક વાત છે.”

આ પણ જુઓ: અદ્ભુત: બાળકે બનાવી રુબિક્સ ક્યુબ વડે ભગવાન રામની છબી, જૂઓ વીડિયો

Back to top button