ઉત્તર ગુજરાત

વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ડીસામાં મહામૃત્યુંજય યજ્ઞ યોજાયો

Text To Speech

પાલનપુર: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ડીસા શહેરમાં ભાજપ દ્વારા મહામૃત્યુંજય યજ્ઞ, રક્તદાન શિબિર અને ફ્રુટ વિતરણ સહિત વિવિધ કાર્યક્રમો યોજી વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

દેશ વિદેશમાં ભારતનું નામ ગુંજતું કરી ગૌરવ અપાવનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ડીસા શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ડીસાના સરદારબાગ ખાતે વડાપ્રધાનના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું હતું.જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ગોપાલક નિગમના પૂર્વ ચેરમેન સંજયભાઈ દેસાઈ, ડીસા પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર,જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ કૈલાશ ગેલોત, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતીક પઢિયાર,મહામંત્રી રાકેશ પટેલ, હકમાજી જોશી સહિત આગેવાનો કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી તેમના નિરોગી સ્વાસ્થ્ય માટે તેમજ ગાયોમાં ફેલાયેલા લમ્પી વાયરસથી ગાયોને બચાવવા માટે યજ્ઞમાં આહુતિ આપી હતી.

આ પણ વાંચોવિપુલ ચૌધરી કેસમાં હવે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મોટા નેતા સામે સવાલ

આ ઉપરાંત સરદાર બાગ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવકોએ રક્તદાન કર્યું હતું. જ્યારે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને ભાજપ દ્વારા ફૂટ વિતરણ પર કરવામાં આવ્યું હતું.

Back to top button