અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે CM ભૂપેન્દ્ર પટેલે ‘રન ફોર યુનિટી’ને કરાવી ફ્લેગ ઓફ

  • ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ – ‘દોડશે અમદાવાદ, જોડશે ભારત’ થીમ પર રન ફોર યુનિટીનું આયોજન
  • ૪.૨ કિલોમીટરની આ દોડમાં અંદાજિત ૭૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

અમદાવાદ, 31 ઓકટોબર : રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત ‘રન ફોર યુનિટી’ને ફ્લેગ ઓફ કરાવી હતી. આ અવસરે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ હાજર રહ્યા હતા. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ – ‘દોડશે અમદાવાદ, જોડશે ભારત’ થીમ પર રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. ૪.૨ કિલોમીટરની આ ‘રન ફોર યુનિટી’ દોડમાં અંદાજિત ૭૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો છે.

 

હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રન ફોર યુનિટીનું આયોજન 

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૩૧મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત સરકાર વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરે છે.

૪.૨ કિલોમીટરની દોડમાં અંદાજિત ૭૦૦૦થી વધુ લોકો જોડાયા 

સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનું  આયોજન કરવામા આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી. આ દોડ કુલ ૪.૨ કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત ૭૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય તેમજ તમામ કાઉન્સિલર અને અન્ય મહાનુભાવો, પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો :મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિજયા દશમી પર્વે CM હાઉસ ખાતે શસ્ત્ર પૂજન કર્યું

Back to top button