MOTHER’S DAY નિમિત્તે બિઝનેસમેન આનંદ મહિન્દ્રા થયા ભાવુક, માતા સાથેનો ફોટો કર્યો શેર
HD, ન્યુઝ ડેસ્ક, 12 મે: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ઘણા જ એક્ટિવ છે. તેમની સોશિયલ મીડિયા થકી અવાર નવાર કોઈને કોઈ જરુરિયાતમંદને મદદ કરવી, દેશના મુદ્દાઓમાં પોતાની વાત રાખવી, કોઈ વિદ્યાર્થીના ઈનોવેશનની સરાહના કરવી જેવી વગેરે બાબતો શેર કરતા હોય છે. આ સાથે સાથે તેઓ પોતાના ફેન ફોલોવર્સની કોમેન્ટના પણ રિપ્લાય આપતા હોય છે. આજે મધર્સ ડે હોવાથી આનંદ મહિન્દ્રાએ તેમના એક્સ હેન્ડલ પર પોતાની માતા સાથેનો 47 વર્ષ જૂનો ફોટો શેર કર્યો છે. આ ફોટાની સાથે કેપ્શનમાં એક ભાવુક નોટ પણ લખી છે.
Back in 1977.
Just before I left for college.My mother wasn’t looking into the camera;
As usual she was gazing into the distance…trying to envision her childrens’ future, hoping that a good education would be their passport to success—and happiness.Happy #MothersDay Ma.… pic.twitter.com/nxPZEWzKSD
— anand mahindra (@anandmahindra) May 12, 2024
કોલેજકાળના ફોટા સાથે લખી ભાવુક નોટ
ઓફિશિયલ એક્સ હેન્ડલ પર તેમની માતા સાથેનો એકર ફોટો શેર કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે 1977માં પાડવામાં આવેલો આ ફોટો… મારા કોલેજ જતા સમય પહેલા. મારી માતા હંમેશાની જેમ કેમેરાની સામે નહીં પરંતુ ક્યાંક બીજી તરફ જોઈ રહ્યા હતા. આમાં તેઓ પોતાના બાળક માટે ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તેઓને આશા હતી કે તેમના બાળકને સારું શિક્ષણના માધ્યમથી સારી સફળતા અને પ્રસન્નતા મળશે. Happy Mother’s Day Ma…અમે તમારા સપના પૂરા કરવાનો પ્રયાસ કરતા રહીશું.
તેમના ચાહકોએ આપી પ્રતિક્રિયાઓ
મધર્સ ડેના ખાસ અવસર પર આનંદ મહિન્દ્રાની આ પોસ્ટે સોશિયલ મીડિયામાં લોકોના દિલ જીતી લીધા છે. લોકો આનંદ મહિન્દ્રાની માતાને શ્રદ્ધાંજલિ આપતા વિવિધ કોમેન્ટ કરતાની સાથે આનંદ મહિન્દ્રાના કોલેજકાળના લુકના પણ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે જુના અને આજના ફોટોમાં કોઈ બદલાવ નથી આવ્યો. માત્ર વાળ જ સફેદ થઈ ગયા છે. જ્યારે અન્ય એકે લખ્યું હતું કે, તમે બાળપણથી જ સ્માર્ટ છો. જેનો શ્રેય તમારી માતાને જાય છે. વિશ્વભરમાં દર વર્ષેની જેમ 12 મેના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે લોકો તેમની માતાને આ ખાસ દિવસે ભેટસોગાદ આપીને પોતાની લાગણી વ્યક્ત કરીને વિશેષ અનુભવ કરાવે છે. આ દિવસને માતાના બલિદાન અને પ્રેમના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આપ સૌને હેપ્પી મધર્સ ડે…
આ પણ વાંચો: મધર્સ ડે 2024: વર્કિંગ માતાઓએ નાણાકીય આયોજન માટે વીમા કવર લેવું જોઈએ