ગુજરાતહેલ્થ

મધર્સ ડે નિમિત્તે જ 108 સેવાએ આપ્યું માતૃત્વને રક્ષણ

Text To Speech

ગુજરાતની 108 એમ્બ્યુલન્સ સેવાએ અત્યાર સુધીમાં અણીના સમયે પહોંચીને અનેક લોકોને મોતના મુખમાં જતા બચાવ્યા છે. એવા 108 એમ્બ્યુલન્સ સેવાના અનેક કિસ્સાઓ છે.

આજે ઓડ નોખા તળાવનો એક કિસ્સો પણ આ સેવા માટે સન્માન ઉપજાવે એવો બન્યો હતો. જેમાં 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ મધર્સ ડે નિમિત્તે જ એક માતાની સફળ અને સમયસર ડિલિવરી કરાવી હતી. અત્યારે માતા અને શિશુ બંને સ્વસ્થ છે.

વાસ્તવમાં, આજે બપોરે લગભગ 4.48 વાગ્યે ઓડ નોખા તળાવ ખાતે 108 એમ્બ્યુલન્સને એક કોલ મળ્યો હતો. જેના પછી ઈએમટી પ્રવીણભાઈ અને પાયલટ બાબુભાઈ કોલની વિગતો અનુસાર નોખા તળાવ જવા નીકળ્યા હતા. જે સ્થળનો કોલ હતો ત્યાં પહોંચ્યા તો જોયું કે સવિતાબેનને પ્રસવપીડા શરૂ થઈ ગઈ હતી.

તાત્કાલિક જ ઈએમટી પ્રવીણભાઈ અને પાયલટ બાબુભાઈએ ઓનલાઈન ઈઆરસીપી ડોક્ટર પરમારનો સંપર્ક સાધ્યો હતો. તેમના માર્ગદર્શન પ્રમાણે સવિતાબેનને જરૂરી ટ્રીટમેન્ટ સ્થળ પર આપી હતી.

બંને કર્મચારીઓએ જોયું કે સવિતાબેનની જે સ્થિતિ હતી એ મુજબ ઘરે જ ડિલિવરી કરાવવી પડે એમ હતી. ડોક્ટર પરમારના ઓનલાઈન માર્ગદર્શન પ્રમાણે ઘરે જ એમ્બ્યુલન્સમાં રાખીને સવિતાબેનની ડિલિવરી સફળતાપૂર્વક કરાવી હતી.

જેના પછી બંને કર્મચારીઓ 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકના સરકારી સીએચસી ઓડ ખાત સવિતાબેનને સહીસલામત રીતે લઈ ગયા હતા. હાલ માતા અને નવજાત શિશુ એકદમ સ્વસ્થ છે. આ સમગ્ર ઘટના સુખરૂપ પાર પડતા દર્દીના સગાસંબંધીઓએ 108 એમ્બ્યુલન્સ સ્ટાફનો આભાર માન્યો હતો.

Back to top button