સ્વતંત્રતા દિવસના અવસરે PM મોદી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલા ભારતીય ખેલાડીઓને મળ્યા
- રમતગમતના સૌથી મોટા મહાકુંભ ઓલિમ્પિકમાં ભારતની 117 સભ્યોની ટીમે ભાગ લીધો હતો
નવી દિલ્હી, 15 ઓગસ્ટ: રમતગમતનો સૌથી મોટો મહાકુંભ ઓલિમ્પિક આ વખતે પેરિસમાં યોજાયો હતો. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થઈ અને 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ ગયો હતો. ભારતની 117 સભ્યોની ટીમ ઓલિમ્પિક ગેમ્સ માટે પેરિસ ગઈ હતી, જેમાંથી મોટાભાગના એથ્લિટસ પરત ફર્યા છે. સ્વદેશ પરત ફર્યા બાદ ભારતીય ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે ખેલાડીઓ આજે 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર મળ્યા હતા, જેના પ્રથમ વીડિયો બહાર આવ્યો છે.
#WATCH | PM Narendra Modi meets the Indian contingent that participated in #ParisOlympics2024, at his residence. pic.twitter.com/XEIs5tHrrI
— ANI (@ANI) August 15, 2024
ખેલાડીઓએ આ ભેટો પીએમ મોદીને આપી
ભારતીય ખેલાડીઓએ પીએમ મોદીને ઘણી ભેટ આપી. શૂટર મનુ ભાકરે પીએમ મોદીને પિસ્તોલ આપી હતી. કુસ્તીબાજ અમન સેહરાવત અને હોકી યોદ્ધા PR શ્રીજેશે ભારતીય ખેલાડીઓના હસ્તાક્ષરવાળી જર્સી આપી. ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે પોતાની ટીમ વતી પીએમને હોકી સ્ટીક આપી હતી. પીએમ મોદીએ આ દરમિયાન ખેલાડીઓને સંબોધિત પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કેટલાક ભારતીય ખેલાડીઓ હજુ સુધી સ્વદેશ પરત ફર્યા નથી. જેવલિન ફેંકનાર નીરજ ચોપરા જર્મનીમાં છે, જ્યાં તેમની સર્જરી થવાની છે. જ્યારે રેસલર વિનેશ ફોગાટ 17 ઓગસ્ટે ભારત પરત ફરશે. બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ પણ આ ઈવેન્ટનો ભાગ બની ન હતી. સિંધુ પેરિસ ઓલિમ્પિક દરમિયાન રાઉન્ડ ઓફ 16માં હારીને મેડલની ઐતિહાસિક હેટ્રિકથી ચૂકી ગઈ હતી. વડાપ્રધાનને મળ્યા પહેલા ભારતીય ખેલાડીઓએ પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ છ મેડલ પોતાના નામે કર્યા
તાજેતરમાં સમાપ્ત થયેલા ઓલિમ્પિકમાં ભારતે એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સહિત કુલ છ મેડલ જીત્યા હતા. ભારતને પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં તેનો પહેલો મેડલ મળ્યો, જ્યારે મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યો. ત્યારબાદ મનુ ભાકરે પણ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો.
સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ મેન્સ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો અને જેવલિન ફેંકનાર નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો. આ પછી કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ જીત્યો.
કયા 6 ખેલાડીઓએ પેરિસમાં મેડલ જીત્યા હતા
- નીરજ ચોપરા 🥈
- મનુ ભાકર 🥉
- મનુ ભાકર/સરબજોત સિંહ 🥉
- સ્વપ્નીલ કુસાલે 🥉
- અમન સેહરાવત 🥉
- હોકી ટીમ 🥉
ઉલ્લેખનીય છે કે, ટોક્યો ઓલિમ્પિક (2020)માં ભારતે 7 ગોલ્ડ મેડલ જીત્યા હતા, જે ઓલિમ્પિક ઈતિહાસમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આવી સ્થિતિમાં, આ વખતે એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે, ભારતની મેડલ ટેલીને બે આંકડામાં પહોંચી જશે. પરંતુ જે થયું તે અપેક્ષાઓથી વિપરીત હતું. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત એક પણ ગોલ્ડ મેડલ જીતી શક્યું ન હતું અને તેના મેડલની સંખ્યા 6 પર અટકી ગઈ હતી.
આ પણ જૂઓ: જય શાહે બાંગ્લાદેશની ઓફર ઠુકરાવી, ભારતમાં નહીં યોજાય વર્લ્ડકપ, જાણો કેમ?