સ્વતંત્રતા દિવસ નિમિત્તે PM મોદીએ લાલ કિલ્લા પરથી લહેરાવ્યો તિરંગો, સ્વાતંત્ર્ય સેનાનીઓને કર્યા યાદ
- જ્યારે આપણે 40 કરોડ હતા ત્યારે આપણે મહાસત્તાને હરાવી હતી. આજે આપણે 140 કરોડ છીએ: PM
નવી દિલ્હી, 15 ઓગસ્ટ: દેશ આજે ગુરુવારે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે તેમણે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે આપણે 40 કરોડ હતા ત્યારે આપણે મહાસત્તાને હરાવી હતી. આજે આપણે 140 કરોડ છીએ.
સંબોધન પહેલા પીએમ મોદીને સ્વદેશી 105 MM લાઈટ ફીલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી હતી. સમારોહમાં લગભગ 6000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને અટલ ઇનોવેશન મિશન જેવી પહેલ સાથે સંકળાયેલા લોકો, મેરા યુવા ભારતના સ્વયંસેવકો, આદિવાસી સમુદાયના લોકો અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા
પીએમ મોદીએ કહ્યું, ‘આજે આપણે એવા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ છીએ જેમણે આપણને આઝાદ દેશ આપ્યો, આપણે આજે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તાજેતરની કુદરતી આફતને કારણે અમે ચિંતિત છીએ, ઘણા લોકોએ તેમના પ્રિયજનો, તેમની સંપત્તિ ગુમાવી છે, અમે તેમની સાથે એકતામાં ઊભા છીએ.
આઝાદી પ્રેમીઓને દેશ સલામ કરે છેઃ પીએમ મોદી
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ‘આજનો દિવસ શુભ મુહૂર્ત છે. આપણે દેશની આઝાદી માટે શહીદ થયેલા અને પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વતંત્રતા પ્રેમીઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ. આ દેશ તેમનો ઋણી છે. અમે આવા દરેક દેશવાસીઓ પ્રત્યે અમારું સન્માન વ્યક્ત કરીએ છીએ. રાષ્ટ્રને પ્રેરણા આપતા પીએમ મોદીએ કહ્યું કે, “જ્યારે આપણે 40 કરોડ હતા ત્યારે આપણે મહાસત્તાને હરાવી હતી, આજે આપણે 140 કરોડ છીએ.”
આ પણ જૂઓ: 15મી ઓગસ્ટે શેરબજાર બંધ રહેશે કે ખુલશે, શું બેંકોમાં રજા રહેશે?