દક્ષિણ ગુજરાતબિઝનેસ

AM/NS ના ખાતમુહૂર્ત પર વડાપ્રધાન મોદીએ કહ્યું, દેશમાં સ્ટીલ ઉત્પાદનથી વિદેશો પર નિર્ભરતા થશે ઓછી

સુરતના હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઈન્ડિયા કંપનીના પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૬૦,૦૦૦ કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ કાર્યનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હજીરા ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ જનતાને શુભકામના પાઠવતા કહ્યુ હતું કે,’ આ સ્ટીલ પ્લાન્ટના વિસ્તારથી ઇનવેસ્ટમેન્ટ આવશે અને ભવિષ્ય માટે નવી સંભાવનાના દ્વાર પણ ખુલશે.  60 હજાર કરોડ રૂપિયા કરતા વધુનું રોકાણ ગુજરાત અને દેશના યુવાઓ માટે રોજગારની અનેક તક લઇને આવશે.’

AMNS - Hum Dekhenge News (1)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ & પ્રદેશ અધ્યક્ષ સી આર.પાટીલ
AMNS - Hum Dekhenge News
AM/NS ખાતમુહૂર્ત

પ્લાન્ટના વિસ્તૃતિકરણથી ક્ષમતા વધારીને ૧૫ મિલિયન મેટ્રીક ટન કરાઈ : વડાપ્રધાન મોદી

           આ પ્રસંગે વર્ચ્યુલી સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,’ભારત વિશ્વનું મોટુ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યુ છે. હજીરાનો AMNS સ્ટીલ પ્લાન્ટ પણ ગ્રીન ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે. AMNS ના હજીરા સ્ટીલ પ્લાન્ટની ક્ષમતા હાલ વાર્ષિક ૯ મિલિયન મેટ્રીક ટન છે, જે પ્લાન્ટના વિસ્તૃતિકરણથી વધીને ૧૫ મિલિયન મેટ્રીક ટન થઈ જશે, ઉપરાંત નવી ૬૦ હજાર નોકરીઓનું સર્જન થશે. પહેલા આપણે એરક્રાફ્ટ કરિયરમાં ઉપયોગ થતા સ્ટીલ માટે વિદેશો પર નિર્ભર હતા, દેશમાં સર્કુલર અર્થવ્યવસ્થા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. સાથે જ સ્ટીલ ઉદ્યોગને નવી ઉંચાઇઓ પર લઇ જવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ પ્લાન્ટ દ્વારા આપણી વિદેશો પર નિર્ભરતા ઘણી હદ સુધી ઓછી થઇ જશે.’

વડાપ્રધાન મોદીએ ઉમેર્યુ હતું કે, ’આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલનું આ રોકાણ ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા, વૈશ્વિક મૂડીરોકાણ આકર્ષવાની તેની ક્ષમતા દર્શાવે છે. તેમણે કહ્યું કે, સ્ટીલ સેક્ટર મજબુત થવાથી ઈન્ફાકટ્રકચર, કન્ટ્રકશન, ડિફેન્સ, એન્જિનિયરિંગ સેકટરનો વિકાસ પણ તેજ ગતિથી આગળ વધે છે. આ પ્રોજેક્ટથી મેક ઈન ઈન્ડિયાના વિઝન માટે મીલનો પથ્થર સાબિત થશે. સ્ટીલ પ્લાન્ટથી સાથે નવી ટેક્નોલોજી પણ આવી રહી છે જેનાથી ઈલેકટ્રીક સેક્ટર, ઓટો સેકટરને મદદરૂપ બનશે.’

AMNS - Hum Dekhenge News
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હજીરા આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ અવસરે ઉપસ્થિત રહેલા ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘સુરત સહિત હજીરા આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છે, તેથી હજીરા પ્લાન્ટ અગ્રણી વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.  આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ માટે ગુજરાત રાજ્ય રોકાણનું પસંદગીનું ડેસ્ટિનેશન રહ્યું છે. આ મહત્વાકાંક્ષી વિસ્તરણ પ્રોજેક્ટ નોકરીઓનું સર્જન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગવાન બનાવશે એટલું જ નહીં, સ્થિર અને વ્યાપાર-મૈત્રીપૂર્ણ નીતિઓ અને અજોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અગ્રણી વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.’

AMNS - Hum Dekhenge News
આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ

 પ્રોજેક્ટમાં ૬૦,૦૦૦ કરોડના રોકાણથી રોજગારીની તકોનું સર્જન થશે : ચેરમેન લક્ષ્મી મિત્તલ

આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે કહ્યું હતું કે, ’સુરત હજીરા પ્લાન્ટમાં નવી ટેક્નોલોજી સાથે ઉચ્ચ ગુણવત્તા યુક્ત સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે. દેશના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા ગતિશક્તિ ટ્રેન, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, શીપક્ષેત્રે સ્ટીલનો ઉપયોગ થશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના સફળ નેતૃત્વમાં ટેક્સ રિફોર્મ, GST રિફોર્મ અને ડિઝીટલ પેમેન્ટ થકી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને મદદ મળશે. ગ્લોબલ બિઝનેસ માટે ગુજરાત સમગ્ર દુનિયામાં મહત્વનું સ્થાન ધરાવે છે. હાલ પ્રથમ ફેઝમાં સ્ટીલ ઉત્પાદન સહિતના વિવિધ પ્રોજેક્ટમાં ૬૦,૦૦૦ કરોડના રોકાણ થકી આવનાર સમયમાં ૬૦,૦૦૦થી વધુની રોજગારીની તકોનું સર્જન થશે.

AMNS - Hum Dekhenge News
નવસારીનાં સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી આર.પાટીલે

ગુજરાત માટે આ ક્ષણ ગૌરવપૂર્ણ : સી.આર.પાટીલે

આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત નવસારીનાં સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી આર.પાટીલે જણાવ્યું હતું કે, વિકાસ એટલે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી પણ નવી ટેક્નોલોજી સાથે નવું રોકાણ અને ઔધોગિક વિસ્તાર માટે અનૂકુળ વાતાવરણનું સર્જન કરવાનું છે. ગુજરાત માટે ગૌરવપૂર્ણક્ષણ છે કે, નવી ટેક્નોલોજીથી સૌથી વધુ સ્ટીલ ઉત્પાદનનો પ્લાન્ટ હજીરા ખાતે સાકારિત થઈ રહ્યો છે. ખારપાટ ગણાતા વિસ્તારમાં આજે સ્વર્ગ સમા પ્રોજેક્ટનું ભૂમિપૂજન થયું એ ગુજરાતમાં નવા %A

Back to top button