દક્ષિણ ગુજરાત

સ્માર્ટસિટી સુરતની આ કેવી સૂરત ! ‘ભ્રષ્ટાચારના ભૂવામાં ફસાઈ કાર

Text To Speech

સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારીનો ભોગ લોકોને બનવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં એલપી સવાણી રોડ પર ફરી એકવાર ભ્રષ્ટાચારનો મહાકાય ભૂવો પડ્યો છે. મહાનગરપાલિકાએ ઉતાવળે રોડ બનાવવાની કામગીરી પૂરી કરી હતી. જેની સાબિતી રોડ બનાવ્યાના 15 મિનિટમાં જ મળી ગઈ. જી હાં, રોડ બનાવ્યાની લગભગ 15 મિનિટમાં જ ભૂવો પડ્યો અને તેમાં કાર ફસાઈ હતી. જેને લઈ પાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે.

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં પાલનપુર થી એલપી સવાણી રોડ પર બે દિવસ પહેલા મોટો ભૂવો પડ્યો હતો. પાલિકાએ આ ભૂવો રિપેર કરવાની કામગીરી કરી હતી. પાલિકાએ રોડ બનાવી લીધો અને ખાડો પણ પૂરી દીધો હતો. રોડ બનાવવાની કામગીરી પૂરી કરી અને બસ તેની 15 જ મિનિટમાં એક કાર જતી હતી તે કાર તેમાં ફસાઈ ગઈ હતી. અચાનક ખાડામાં કાર ફસાતા અફરા-તફરી મચી ગઈ હતી. રસ્તા પર ખાડામાં કાર ફસાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. પાલિકાએ રોડ બનાવ્યોને 15 થી 20 મિનિટમાં ફરીથી ખાડો પડતા આ રોડ બનાવવામાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તે વિચારી શકાય તેમ છે.

Back to top button