ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પેપર લીક મુદ્દે જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ વિપક્ષી સાંસદોને આ રીતે શાંત કર્યા…

Text To Speech
  • રાષ્ટ્રપતિ મૂર્મૂએ તેમના સંબોધન દરમિયાન કહ્યું કે, ‘સરકારી ભરતી હોય કે પરીક્ષાઓ, કોઈપણ કારણસર આમાં અવરોધ આવે તે યોગ્ય નથી, આમાં શુદ્ધતા અને પારદર્શિતા જરૂરી છે.’

દિલ્હી, 27 જૂન: ‘મોદી 3.0’ના વિઝનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ ગુરુવારે (27 જૂન) સંસદમાં પોતાના સંબોધનમાં પેપર લીક કેસનો ઉલ્લેખ કર્યો હતો. પેપર લીક પર સરકારની કાર્યવાહી વિશે બોલવાનું શરૂ કરતા જ વિપક્ષના કેટલાક સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. તેના પર રાષ્ટ્રપતિએ વિપક્ષી સાંસદોને કહ્યું કે, ‘સાંભળો, સાંભળો…’ કહીને શાંત રહેવાની અપીલ કરી. તેમણે કહ્યું કે સરકાર પેપર લીકની ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લઈ રહી છે. આ અંગે તાજેતરમાં કાયદો પણ પસાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન પીએમ મોદી સમર્થન આપતા જોવા મળ્યા હતા.

સરકારી ભરતી હોય કે પરીક્ષાઓ, કોઈપણ કારણસર આમાં અવરોધ આવે તો તે યોગ્ય નથી: રાષ્ટ્રપતિ મૂર્મૂ

રાષ્ટ્રપતિ મૂર્મૂએ તેમના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, “દેશના યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની યોગ્ય તક મળે તે સુનિશ્ચિત કરવાનો સરકારનો પ્રયાસ છે. સાંભળો, સાંભળો… સરકારી ભરતી હોય કે પરીક્ષાઓ, કોઈપણ કારણસર આમાં અવરોધ આવે તો તે યોગ્ય નથી, આમાં શુદ્ધતા અને પારદર્શિતા જરૂરી છે.” વધુમાં તેમણે કહ્યું કે, “સરકાર કેટલીક પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરવા અને દોષિતો સામે કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પહેલા પણ અમે ઘણા રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓ જોઈ છે. આ મુદ્દે આપણે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠવાની જરૂર છે.”

વિપક્ષને શાંત કરતા રાષ્ટ્રપતિએ આપ્યો સંદેશ

વિપક્ષી પાર્ટીઓને સંદેશ આપતા તેમણે કહ્યું કે, “આ મુદ્દે રાજકારણને બદલે નક્કર પગલાં લેવાની જરૂર છે. સંસદમાં પણ પરીક્ષાઓમાં ગેરરીતિ સામે કડક કાયદો બનાવવામાં આવ્યો છે. સરકાર પરીક્ષા પ્રક્રિયાની કાર્ય કરવાની રીતને સુધારવાની દિશામાં કામ કરી રહી છે.”

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલના પત્નીએ ટ્વિટ કરી ભડાસ કાઢી, કહ્યું…

Back to top button