EWS મુદ્દે SCનો મોટો નિર્ણય, 10 ટકા અનામતને યોગ્ય ઠેરવી લગાવી મહોર
EWS આરક્ષણને મુદ્દે પાંચમાંથી 4 જજોએ અનામતને યોગ્ય ગણાવતા મોદી સરકારની મોટી જીત થઈ છે. આજે EWS મુદ્દે પાંચ જજોની મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જજોએ EWS આરક્ષણને યોગ્ય ઠેરવ્યુ છે ત્યારે આ મુદ્દે બહુમતીના આધારે આ નિર્ણયને યોગ્ય માનવામાં આવશે ત્યારે પાંચમાંથી ત્રણ જજોએ EWS આરક્ષણને યોગ્ય કરાર આપી સરકારની તરફેણમાં મત આપ્યુ છે. તેમણે કહ્યું હતુ કે EWS આરક્ષણ કોઈ પણ રીતે નિયમોનો ઉલ્લંઘન કરી રહ્યુ નથી.
EWS આરક્ષણને મુદ્દે સરકારની જીત
મળતી માહિતી મુજબ EWS આરક્ષણને મુદ્દે પાંચમાંથી 4 જજોએ અનામતને યોગ્ય ગણાવ્યું છે. આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં EWS અનાતમના સમર્થનમાં 4 જજ, જસ્ટિસ માહેશ્વરીએ કહ્યુ- આર્થિક આધાર પર અનામત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન નથી થઈ રહ્યું. ત્યારે આ ચુકાદો સરકાર તરફેણ આપ્યો છે તેમજ જજોએ આ આનામતને એકદમ યોગ્ય ગણાવ્યું છ
સર્વાનું મતે જજોએ નિર્ણય સ્વીકાર્યો
ગરીબ રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની વ્યવસ્થા અંગે સુપ્રીમ કોર્ટ સોમવારે (11 નવેમ્બર) પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. શાળા-કોલેજોમાં એડમિશન, તેમજ સરકારી નોકરીઓમાં આપવામાં આવેલ 10 ટકા અનામત યથાવત રહેશે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સરકારલ તરફેણ આપ્યો છે. EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30 થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારે આજે મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.
આ પણ વાંચો:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કચ્છની 6 બેઠક પર કોનું છે પ્રભુત્વ, શું છે રાજકીય સમીકરણ
4 જજો EWS અનામતની તરફેણમાં
અનામતનો લાભ દરેકને મળે તે માટે આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. સુપ્રિમ કોર્ટના તમામ લોકોને 10 ટકા અનામતનો લાભ મળશે અને લાખો લોકોને આનો લાભ થશે. અનામતની જોગવાઈ કરતા 103મા બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 5 જજોની બેન્ચમાં 4 જજો EWS અનામતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જો કે હજુ એક જજનો અભિપ્રાય બાકી છે.