પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ચોથા દિવસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, સરદારધામના પ્રમુખો સહિતના અગ્રણીઓ જોડાયા
અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો આજે ચોથો દિવસ પૂર્ણ થયો છે. આજના દિવસે આ કાર્યક્રમમાં ડૉ રમાકાંત પાંડા ચીફ કન્સલ્ટન્ટ ફોર કાર્ડીઓવાસ્ક્યુલર થોરાસિક સર્જન, રતિભાઈ પટેલ, પ્રમુખ-વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, પૂજ્ય સ્વામી ગોવિંદ દેવ ગિરિજી કોશાધ્યક્ષ- શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, ગગજીભાઈ સુતરીયા પ્રમુખ – સરદારધામ, એસ.સિવકુમાર ચેરમેન – એક્સિક્યુટિવ કમિટી – BCCL ( ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ), યશવંતભાઈ શુક્લ ચેરિટી કમિશનર – ગુજરાત સરકાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા. તેઓ આજના ‘મંદિર ગૌરવ દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા.
સિમ્ફની નામનો પ્રસિદ્ધ સંગીત સમારોહ યોજાયો
આજના દિવસે પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વના 19 જેટલાં દેશોના 150 કરતાં વધુ બાળકો-યુવાનોના સંગીત વૃંદ દ્વારા 33 જેટલાં વિભિન્ન ભારતીય વાદ્યો દ્વારા અદ્ભુત ભક્તિ સંગીતની પ્રસ્તુતિ થઈ. સિમ્ફની નામથી પ્રખ્યાત આ સંગીત કાર્યક્રમમાં વિશ્વના અનેક સંગીતજ્ઞ ભક્તો જોડાયા હતા.
શું કહ્યું આરદર્શજીવન સ્વામી અને અક્ષરવત્સલ સ્વામીએ ?
આ તકે પ્રમુખસ્વામી મહારાજના મંદિર નિર્માણના વિશ્વવિક્રમી કાર્ય પર પ્રકાશ પાડતાં BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ કહ્યું હતું કે, ‘આવો નિરખીએ મંદિર’ કીર્તન દ્વારા પ્રમુખસ્વામી મહારાજના મંદિર સર્જન કાર્યની સ્મૃતિ કરવામાં આવી છે. આ ઉપરાંત ‘મંદિરોના વિરલ સર્જક’ વિષય પર BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, ત્યારબાદ મંદિરોના ગૌરવ અને અસ્મિતા પર યુવા વૃંદ દ્વારા ‘હમ સનાતની હિન્દુ હમારી’ નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી છે. આ સાથે જ આફ્રિકા સત્સંગ મંડળ દ્વારા વિશિષ્ટ નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આવતીકાલે શું કાર્યક્રમ યોજવામાં આવશે ?