હિંદૂ નવા વર્ષની પહેલી કામદા એકાદશીએ ભગવાન વિષ્ણુને આ રીતે કરો પ્રસન્ન
- કામકા એકાદશીએ ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રી વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે
સનાતન ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની કામદા એકાદશી 19 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. કામદા એકાદશીને ફલદા એકાદશી પણ કહેવાય છે. કામકા એકાદશીએ ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રી વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હિન્દુ સંવત્સરની આ પ્રથમ એકાદશી છે. કામદા એકાદશી વ્રતની તિથિ, મહત્ત્વ અને પૂજાની રીત વિશે જાણો.
કામદા એકાદશી 2024 શુભ સમય
એકાદશી તિથિ 18મી એપ્રિલે સાંજે 5.32 કલાકે શરૂ થશે અને 19 એપ્રિલે રાત્રે 8.05 કલાકે સમાપ્ત થશે
કામદા એકાદશી વ્રતના પારણા
20 એપ્રિલના રોજ સવારે 5.50 થી 8.26 સુધી કરી શકાશે. આ સમય દરમિયાન તમે એકાદશીનું વ્રત ખોલી શકો છો.
કામદા એકાદશી પૂજાવિધિ
એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને વ્રતની પ્રતિજ્ઞા લો. ઘરના મંદિરમાં અથવા પૂજા સ્થાન પર લાકડાનું બાજઠ પાથરો. બાજઠ પર લાલ કપડું લગાવો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. ત્યારબાદ એક વાસણમાં પાણી, તલ, કુમકુમ, અક્ષત લઈને ભગવાન વિષ્ણુને ફળ, ફૂલ, દૂધ, પંચામૃત, તલ, ધૂપ, દીપક અને ફૂલનો અભિષેક કરો. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની આરતી કરો. આ દિવસે વ્રતની કથા જરૂર સાંભળો. એકાદશી પર દાનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે. આ દિવસે બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને ભોજન કરાવો. પછી તમારા ઉપવાસ ખોલો.
કામદા એકાદશી વ્રતનું મહત્ત્વ
કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને મંત્રોનો જાપ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. શાસ્ત્રો અનુસાર કામદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ એકાદશી તિથિ પર દેવી લક્ષ્મીની પૂજા કરો, દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. હિન્દુ ધર્મમાં દરેક એકાદશીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. દર મહિનામાં 2 એકાદશી આવે છે. આવી સ્થિતિમાં એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને કામદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ નવા વર્ષ મુજબ આ વર્ષની પ્રથમ એકાદશી છે.
ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા ધરાવો આ ભોગ
- ભગવાન વિષ્ણુને પંચામૃતનો ભોગ લગાવવાથી તેઓ ખૂબ ખુશ થાય છે અને ઘરમાં પારિવારિક ક્લેશ દૂર થાય છે. ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને મધુરતા વધે છે. ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.
- પીળા મિષ્ઠાનનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે કેમકે તેમને પીળો રંગ અતિશય પ્રિય છે. પીળા મિષ્ઠાનનો ભોગ લગાવવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે.
- પંજરીનો ભોગ પણ કામકા એકાદશીએ ધરાવી શકો છો. એવું માનવામાં આવે છે કે પંજરીનો ભોગ લગાવવાથી ગ્રહ દોષ દૂર થાય છે અને ગ્રહોની શુભતાના કારણે શુભ પરિણામ મળે છે.
- વિષ્ણુ ભગવાનને સફેદ કલર પણ ખૂબ પસંદ છે, તેથી તમે સફેદ મીઠાઈનો ભોગ પણ લગાવી શકો છો.
આ પણ વાંચોઃ કાશીની એક અનોખી પરંપરા જેમાં ગણિકાઓ બળતા અંગારા પર કરે છે નૃત્ય