

નવરાત્રિના પહેલા જ દિવસે શેર બજારમાં મોટો કડાકો થયો છે. બજાર ખુલતાની સાથે સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટયો છે અને નિફ્ટી 250 પોઈન્ટ ગબડીને રોકાણકારોને મૂંઝવી દીધા છે.
Sensex tumbles 816.72 points to 57,282.20 points in early trade; Nifty falls 254.4 points to 17,072.95 points
— Press Trust of India (@PTI_News) September 26, 2022
શેરબજાર માટે આજે નકારાત્મક સંકેતો છે અને સ્થાનિક શેરબજારો સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ખૂબ જ નબળાઈ સાથે ખુલ્યા છે.
આજે, પ્રી-ઓપનિંગમાં જ, શેરબજારમાં સેન્સેક્સ 700 થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો અને સેન્સેક્સ-નિફ્ટી 1-1 ટકાથી વધુના ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યા હતા. આજે તમામ એશિયન બજારો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા અને શાંઘાઈ, નિક્કી, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સમાં કારોબાર ધીમો રહ્યો હતો.

પહેલા દિવસે આટલો કડાકો
આજે અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 816.72 પોઈન્ટ અને નિફ્ટી 254.4 પોઈન્ટ તૂટયો, બંને અનુક્રમે 57,282.20 અને 17,072.95 નાં લેવલે ટ્રેડિંગ થઈ રહ્યા છે.

શેરબજારના નિષ્ણાતોનું શું કહેવું છે ?
શેર બજારના નિષ્ણાંતોની વાત માનીએ તો આજે બજાર માટે નિફ્ટી 17200-17250ના સ્તરે ખૂલવાનું અનુમાન છે અને બજાર 17100-17400ની રેન્જમાં વેપાર કરી શકે છે.

નિષ્ણાંતોના કહેવા મુજબ, આજનું આઉટલૂક ડાઉનટ્રેન્ડનું છે અને ફાર્મા, એફએમસીજી, આઈટી, મેટલ, ઓટો અને સ્મોલકેપ સેક્ટરમાં મજબૂત વલણ જોવા મળશે. બીજી તરફ નબળા સેક્ટરની વાત કરીએ તો PSU બેન્ક, મીડિયા, રિયલ્ટી, બેન્ક, એનર્જી, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને મિડકેપ શેરોમાં ઘટાડો જોવા મળશે.