કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે રાજકોટમાં અષાઢી માહોલ જામ્યો,એક કલાકમાં ….

ગુજરાતમાં આજે ફરી બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે જ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. રાજકોટ, અમરેલી, કચ્છ-ભુજ અને જૂનાગઢ પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માવઠું પડ્યું હતું.

રાજકોટમાં વરસાદ-humdekhengenews

ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે જ અષાઢી માહોલ

રાજકોટમાં આજે સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. અને બપોર બાદ જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.જાણકારી મુજબ રાજકોટમાં એક કલાકમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.તેમજ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

રાજકોટમાં વરસાદ-humdekhengenews

રાજકોટમાં એક કલાકમાં સવા ઈંચ વરસાદ

આજે બપોર બાદ રાજકોટમાં વરસાદની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી. જેમાં એક કલાકમાં સવા ઈંચ વરસાદ વરસાદતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર તો નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. જાણકારી મુજબ રાજકોટમાં એક કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 21 મીમી, ઇસ્ટ ઝોનમાં 31 મીમી અને વેસ્ટ ઝોનમાં 32 મીમી વરસાદ નોંધાયો છે.

આ વિસ્તારોમાં વરસાદે બોલાવી ધડબડાટી

બપોર બાદ રાજકોટના જસદણના આટકોટ, વીરનગર, ખારચીયા, પાંચવડા, જંગવડ સહિતનાં ગામડાઓમાં હળવાં ઝાપટાં પડ્યાં છે. તેમજ ખેતરોમાં હજી ઘઉંનો પાક ઘણા ખેડૂતોને લેવાનો બાકી હોવાથી આ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જાય તેવી ભિતી ખેડૂતોમાં સેવાઈ રહી છે.

રાજકોટમાં વરસાદ-humdekhengenews

ખેડૂતોનો તૈયાર પાક પલળતા ચિંતા

ગોંડલા કોલીથડ ગામમાં પણ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.ત્યારે કમોસમી વરસાદથી ખેતરમાં પડેલો તૈયાર પાક પલળતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં વરસાદ-humdekhengenews

માર્કેટ યાર્ડમાં ખરીદેલી જસણી પલળી

બપોરબાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં અને ઘણાંની જણસી પલળી ગઈ હતી. ખેડૂત પાસેથી વેપારીઓએ ખરીદી કરેલી જણસી વરસાદમાં પલળઈ ગઈ હતી. ત્યારે રાજકોટમાં કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં ઘઉં પલળ્યા છે. ત્યારે આ માટે વેપારીઓ, દલાલો અને યાર્ડ સત્તાધીશો અને ચેરમેન સાથે બેઠકનું આયોજન કરવામા આવ્યું છે. આ બેઠકમાં ત્રણ દિવસ આગાહીને લઈને જણસીની આવક કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલી વાર આ રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે જશે

Back to top button