ધર્મનવરાત્રિ-2022

નવરાત્રિના પાંચમાં નોરતે સ્કંદમાતાને ધરાવો આ ભોગ !

Text To Speech

નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની ઉપાસના થાય છે. મોક્ષના દ્વાર ખોલનારા સ્કંદમાતા પરમ સુખદાયી છે. માં પોતાના ભક્તોની  બધી ઈચ્છાઓ પૂરી કરે છે. સ્કંદમાતાની ચાર ભૂજાઓ છે, તેમનો નીચીને બાજુના જમણા હાથમાં કમળનું ફૂલ છે. ઉપર બાજુનો ડાબો હાથ વરમુદ્રામાં, તથા નીચે તરફ જતા ડાબા હાથમાં કમળ પુષ્પ છે. તેમનું વર્ણન સંપૂર્ણ શુભ છે. તેઓ કમળના આસન પર બિરાજમાન છે. આ જ કારણે તેમને પદ્માસના દેવી પણ પણ કહે છે. સિંહ પણ તેમનું વાહન છે.

ભગવાન સ્કંદ ‘કુમાર કાર્તિકેય’ ના નામે પણ ઓળખાય છે. આ પ્રસિધ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામા આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માઁ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે.સ્કંદમાતા- humdekhengenewsસ્કંદમાતાને શું ધરાવશો ભોગ?

માતાજીના પાંચમાં નોરતે માતા સ્કંદમાતાને  કેળાનો ભોગ ચડાવાય છે.  હિન્દુ માન્યતા અનુસાર, આ દિવસ સફેદ રંગ અને બુધ ગ્રહ સાથે સંકળાયેલો છે. જે બધી નકારાત્મક ઉર્જાને ખત્મ કરે છે.

આ પણ વાંચો: નવરાત્રીના ચોથા નોરતે જાણો માતા ભદ્રકાળીનો મહિમા !

Back to top button