

નવરાત્રીના ત્રીજા નોરતે યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોને માતાજીના દર્શનની સાથે ધુમ્મસ ભર્યા વાતાવરણમાં કુદરતી સૌંદર્ય નઝારો જોવા મળ્યો છે.
પર્યટક સ્થળ હિલ સ્ટેશનમાં ફરતા હોવાનો અહેસાસ થયો
પંચમહાલ જીલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના ત્રીજા નોરતે માતાજીના ભક્તોને આજે વહેલી સવારે માતાજીના દર્શનની સાથે સાથે ધુમ્મસ ભર્યા વાતાવરણમાં કુદરતી સૌંદર્ય નિહાળવાનો તેમજ પર્યટક સ્થળ હિલ સ્ટેશનમાં ફરતા હોવાનો અહેસાસ થયો હતો. જેને લઇ માતાજીના ભક્તોને યાત્રા કમ વિહારનો અહેસાસ થયો હતો.
ચૈત્રી નવરાત્રી દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
માતાજીના ભક્તોને માતાજી ઉપર અપાર શ્રદ્ધા અને આસ્થાને લઇ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં ઉમટી પડે છે. જેમાં ખાસ કરીને આસો તેમજ ચૈત્રી નવરાત્રી દરમ્યાન મોટી સંખ્યામાં ઉમટી પડે છે. હાલમાં ચાલી રહેલી ચૈત્રી નવરાત્રી પર્વને લઇ ત્રીજા નોરતે માતાજીના ભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા છે.