લગ્નના આઠમા દિવસે લૂંટેરી દુલ્હન અઢી લાખ રુપિયા ખંખેરી ફરાર થઈ, દલાલ સહિત 6 શખ્સોની શોધખોળ શરુ

ભાવનગર 29 ઓગસ્ટ 2025: તળાજાના માંડવા ગામે રહેતા પુજારીએ દલાલ હસ્તક એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. અને તેને અઢી લાખ રૂપિયા ચુકવી ગામમાં ફુલહાર કરી લગ્ન કર્યાના આઠમા જ દિવસે લૂંટેરી દુલ્હન ફરાર થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પુજારી યુવકે વરતેજના દલાલ તેમજ અમદાવાદની મહિલા દલાલો હસ્તેક લગ્ન કરી ઘરસંસાર વસાવ્યો હતો પરંતુ લૂંટેરી દુલ્હનને રૂપિયા મળી જતાં આઠમાં દિવસે જ ફરાર થઈ જતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેને લઈ પુજારીએ લૂંટેરી દુલ્હન સહિત છ સામે અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
તળાજાના માંડવા ગામે રહેતા અને જસપરા ગામે દેરાસરમાં પૂજાવિધી કરી ઘરનું ગુજરાન ચલાવતા જીજ્ઞેશભાઈ રમેશભાઈ વ્યાસ (ઉ.વ.35)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્નની ઉમર નિકળતી જતી હોય જેને લઈને ઘરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. તેથી તેમને વરતેજ ખાતેના અશોક મનુભાઈ મકવાણા નામના દલાલનો સંપર્ક કર્યો હતો અને આ દલાલે મોરબીની દિપાલી, અમદાવાદની દલાલ પારીબેન સતવાણી, પારીબેનના પતિ તેમજ પુજા નામની મહિલા દલાલનો સંપર્ક કર્યો હતો જે તમામે અમદાવાદ ખાતે રહેતી એક પરિબેન નામની યુવતી સાથે જીજ્ઞેશભાઈને સંપર્ક કરાવતા જીજ્ઞેશભાઈએ પરિબેન સાથે લગ્ન કરવા રાજી થયા હતા જે પેટે મહિલા દલાલો સહિત તમામ શખ્સોએ લગ્ન પેટે જીજ્ઞેશભાઈ પાસેથી રૂ.2.50 લાખ લીધા હતા અને પરિબેનને જીજ્ઞેશભાઈના ઘરે પરિબેનને મુકીને રવાના થયા હતા.
જે બાદ જીજ્ઞેશભાઈએ ગામમાં આવેલા મંદિરે પરિબેન સાથે ફુલહાર કરી પત્નિ બનાવી હતી અને લગ્નના આઠમાં દિવસે જ અમદાવાદ ખાતે ડોક્યુમેન્ટ લેવા જવું છે તેમ કહી ઘરેથી નિકળેલી પરિબેન આજદિન સુધી પરત નહીં ફરી, લગ્નના નામે પરિબેન તેમજ દલાલોએ છતરપિંડી આચરી, રૂપિયા પરત ન આપતા. તમામ મહિલા દલાલો સહિત શખ્સો. વિરૂદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: પશુપાલકો માટે ખુશખબર: ગુજરાતની આ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં 30 રુપિયાનો વધારો કર્યો












