ધર્મનવરાત્રિ-2022

નવરાત્રિના આઠમા નોરતે માતા મહાગૌરીને આ રીતે ધરાવો ભોગ અને મનોકામના કરો પૂર્ણ !

Text To Speech

નવરાત્રિના આઠમા દિવસે માતા દુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા થાય છે. શાસ્ત્રોમાં અષ્ટમી પૂજનને વિશેષ મહત્વ અપાયું છે. શાસ્ત્રો મુજબ નવરાત્રિમાં અષ્ટમી પર મહાગૌરીની પૂજા-અર્ચનાનું વિશિષ્ટ મહત્વ છે. તેમની ઉપાસનાથી ભક્તોના તમામ કલેશ દૂર થાય છે અને પાપ પણ ધોવાઈ જાય છે. માતા મહાગૌરીની પૂજા કરવાથી મન પવિત્ર થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે. માતા મહાગૌરીના વસ્ત્ર અને આભૂષણ સફેદ છે. તેમની ચાર ભૂજા છે. મહાગૌરીનું વાહન બળદ છે. દેવીના ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા અને નીચેના હાથમાં ત્રિશુળ હોય છે. ડાબી બાજુના ઉપરના હાથમાં ડમરુ અને નીચેના હાથમાં વર મુદ્રા છે.

માતા મહાગૌરીની પૂજા કરવાથી ભવિષ્યમાં પાપ-સંતાપ, દૈન્ય-દુ:ખ તેમની પાસે આવતા નથી. તેઓ તમામ પ્રકારે પવિત્ર અને અક્ષય પુષ્યોના અધિકારી બને છે. દેવી ગૌરી શંકરની પત્ની છે. તેઓ જ શિવા અને શામ્ભવીના નામથી પૂજાય છે. શબ્દ મહાગૌરી બે શબ્દોથી બનેલો છે. મહા અને ગૌરી, મહાનો અર્થ મહાન અને ગૌરીનો અર્થ દેવી ગૌર અર્થાત માતા ગૌરી.

આઠમાં નોરતે માતા માહાગોરીને ધરાવો આ ભોગ- humdekhengenews

માતા ગૌરીને પ્રિય છે શ્રીફળનો ભોગ

મહા અષ્ઠમી તિથિએ માતા ગૌરીની વિશેષ ઉપાસનાનું વિધાન છે. માતા ગૌરીનો રંગ દૂધ સમાન શ્વેત અને અમોધ ફળદાઇની છે. ગૌરવર્ણના કારણે મા દેવી મહાગૌરી કહેવાય છે. માન્યતા છે કે માતા દેવીની પૂજાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે. આજ કારણ છે કે માતા ગૌરીને સફેદ વસ્તુનો ભોગ ચઢાવવામાં આવે છે.

આ પણ વાંચો: બહુચરાજી: 51 શક્તિપીઠોમાંથી એક, જાણો ઇતિહાસ !

આઠમના દિવસે માતા ગૌરીને શ્રીફળ, નારિયેળ કે ટોપરાપાકનો ભોગ લગાવવાનો  શુભ માનવામાં આવે છે. આ દિવસે શ્રીફળનું દાન કરવું પણ લાભદાયી રહે છે. એનાથી માતા દેવી ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. સૌભાગ્ય અને આરોગ્યનું વરદાન મળે છે. માતા ગૌરીની પૂજા દરમિયાન મહાગૌરીના આરાધના મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. હિન્દુ માન્યતા અનુસાર, તેમજ રાહુ ગ્રહ અન અને ગુલાબી રંગને શુભ માનવામાં આવે છે

Back to top button